મિત્ર માટે કહેવાય છે કે ‘મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખ માં પાછળ પડી રહે અને દુઃખ માં આગળ હોય’ મિત્રો માટે અનેક ઉદાહરણો છે પરંતુ આજકાલ બનાવટી દુનિયા માં બધુજ નકલી થઈ જતા સારા નરસા નો ભેદ પારખવો અઘરો થઇ પડ્યો છે ત્યારે કોઈપણ બહાર ની વ્યક્તિ ને ઘર થી દુર રાખી સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે. અવાજ એક કિસ્સા માં જેની ઉપર આંખ બંધ કરીને ભરોસો કર્યો તેજ મિત્ર એ બીજા મિત્ર ના સંસાર નો માળો વિખી નાંખ્યો હતો.
મિત્રની પત્નીને નશાયુક્ત ચોકલેટ ખવડાવી યુવકે બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરી દેવાની ધમકી આપી અવારનવાર મિત્રની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી બ્લેકમેલિંગનો ભોગ બનતી મહિલાએ અંતે હિંમત કરી પતિના મિત્ર સામે અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ ના નરોડામાં રહેતી એક યુવાન પરિણીતા ત્રણ વર્ષ પહેલાં પોતાના પતિ સાથે લગ્નપ્રસંગમાં ગઈ ત્યારે પોતાના પતિનો મિત્ર સુનીલ ભંડેરી મળી જતા પતિએ પોતાના મિત્ર ની ઓળખાણ કરાવતા મિત્ર ને પોતાના મિત્ર ની સુંદર પત્ની ગમી ગઈ હતી અને તેને પામવા પેતરા રચવા માંડ્યો હતો અને તેને આઈડિયા મળી પણ ગયો હતો અને સુનીલે મહિલાના પતિને ફોન કરી જણાવ્યું હતું કે, ભાભીએ લગ્ન માં જે સાડી પહેરી હતી તે સરસ હતી અને તે મારી પત્ની માટે લેવાની છે, જેથી પતિએ વિશ્વાસ કરી પોતાની પત્નીને સુનીલ સાથે વાત કરાવી હતી ત્યારબાદ સુનીલ ઘરે આવી ગયો હતો અને અવરજવર વધારી દીધી હતી દરમિયાન એક દિવસે મિત્ર ની ગેરહાજરીમાં સુનીલ ઘરે ચોકલેટ લઇને આવ્યો હતો જે તેણે મહિલાને ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ મહિલા બેભાન થઇ ગઇ હતી. આ સમયે સુનીલે તેના બિભત્સ વીડિયો બનાવી લીધા હતા અને આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સુનીલે પોતાના મિત્ર ની પત્ની ને જબરજસ્તી થી હવસ નો શિકાર બનાવી હતી અને પછી તો જાણે ક્રમ બની ગયો હતો અને છેલ્લા ચાર વર્ષ થી આ મહિલા નું જીવન નર્ક બનાવી દીધું હતું દરમ્યાન
ગત 23મી જૂને મહિલા અને તેના પતિ ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બે વ્યક્તિ આવી હતી અને મહિલાને ધમકી આપતા કહ્યું હતું કે, તું સુનીલ સાથે વાત કેમ નથી કરતી તું વાત નહીં કરે તો તારા પતિને મરાવી નાખીશું. આ દરમિયાન 14 ઓગસ્ટના રોજ બપોરે મહિલા એકલી હતી ત્યારે ઘર નજીક કારમાં આવેલા અજાણ્યા શખસો ધમકી આપી જતા રહ્યાં હતાં. આખરે કંટાળીને મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સુનીલ સામે દુષ્કર્મ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.
11 ઓકટોબર, 2019ના રોજ સુનીલ મહિલાના ઘરે પહોચ્યો હતો અને તેને ધમકી આપી શારીરિક સબંધ બાંધવા મજબૂર કરતો હતો. આ દરમિયાન મહિલાનો પતિ અચાનક ઘરે આવી ગયો હતો. આથી સુનીલ ત્યાંથી ભાગી ગયો હતો. આ સમયે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં મહિલાએ સુસાઇડ નોટ લખીને ફીનાઈલ પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને સમયસર સારવાર મળી જતા તે બચી ગઈ હતી. આમ આ મામલો આખરે પોલીસ મથકે પહોંચ્યો છે પરંતુ એક મિત્ર કે જે પરણિત હોવાછતાં પોતાના જ મિત્ર ની પત્ની ને બ્લૅકમેઈલ કરી હવસ નો શિકાર બનાવી મિત્ર ની જિંદગી બરબાદ કરી નાખી હતી આમ અગાઉ આખો પરિવાર સાથે રહેતો હોય બહાર ના આવા નફ્ફટ લોકો ઘરમાં આવી શકતા ન હતા પણ આજે પરિવાર ની ભાવના ખતમ થતા એકલા રહેતા દંપતીઓ માટે આ બનાવ લાલબત્તી સમાન છે અને બહાર ની વ્યક્તિઓ ને ઘર સુધી લાવવા અને વધુ પડતા વિશ્વાસ માં ક્યારેક જિંદગી તબાહ થઈ જતી હોય છે.
