ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ને પત્ર લખી પીએમ મોદીએ તેમના યોગદાન બદલ વખાણ કરી દેશનાં કરોડો લોકો ધોનીના સંન્યાસથી નિરાશ થયા છે તેમ જણાવી તેમના સંઘર્ષ થી યુવાઓ ને પ્રેરણા મળી છે તેમ લખી ધીની ના ભરપૂર વખાણ કર્યા બાદ હવે પીએમ મોદીએ હાલમાં જ સંન્યાસ લેનાર સુરેશ રૈનાને પત્ર લખીને જીવનની બીજી પારી માટે શુભકામનાઓ પાઠવી છે. સાથેજ ભાજપ દ્વારા ક્રિકેટરો ને રાજકારણ માં લાવવાના પ્રયાસો થઈ રહ્યા ની વાતો પણ માર્કેટ માં ચર્ચાનું કેન્દ્ર બની છે. અને કહેવાય છે કે ધોની હવે રાજકારણ પ્રવેશ ની જાહેરાત કરે તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે અગાઉ અમિત શાહે પણ ધોની ની નિવૃત્તિ ઉપર સારા ભવિષ્ય ની શુભકામનાઓ આપી હતી
સુરેશ રૈનાએ પણ ધોનીના એલાન બાદ 15 ઓગસ્ટે પોતાના સંન્યાસની ઘોષણા કરી હતી
પીએમ મોદી એ રૈના વખાણ કર્યા અને તેને એક શાનદાર ખેલાડી ગણાવ્યો હતો. સાથે જ રૈનાની ફિલ્ડીંગના પણ વખાણ કર્યા હતા અને કહ્યું કે, બોલથી પણ રૈના પર કેપ્ટનને પૂરો ભરોસો હતો. રૈનાએ પીએમ મોદીનો આભાર માનતાં આ પત્ર સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. અને કહ્યું કે, દેશના પીએમથી મળેલ આ રીતનાં પ્રેરક શબ્દો સાચેમાં બહુ મોટી વાત છે.
પીએમ મોદીએ પત્રમાં લખ્યું કે, 15 ઓગસ્ટે તમે તમારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય કર્યો હતો. હું રિટાયરમેન્ટ શબ્દનો ઉપયોગ નથી કરવા માગતો કેમ કે તમે રિટાયર થવા માટે ખુજ નાના અને ઊર્જાવાન છે. ક્રિકેટના મેદાન બાદ હવે તમે તમારા જીવનની બીજી પારી માટે તૈયારી કરી રહ્યા છો. પેઢીઓ ન ફક્ત તમને એક સારા બેટ્સમેન તરીકે યાદ રાખશે પણ એક ઉપયોગી બોલર તરીકે પણ તમારી ભૂમિકાને ભૂલાવી શકાતી નથી. તમે એક એવા બોલર છો કે જેના પર મોકો પડવા પર કેપ્ટન ભરોસો કરી શકતો હતો, તમારી ફિલ્ડીંગ શાનદાર હતી આમ ધોની બાદ સુરેસ રૈના ને પણ મોદીજી એ પત્ર લખી વખાણ કરી શુભ કામનાઓ વ્યક્ત કરી હતી.
જોકે, લોકો માં આ બાબતે અનેક કોમેન્ટ ઉઠી રહી છે અને ભાજપ ધોની ને રાજકારણ માં લાવવા માટે પ્રયાસો કરી રહ્યા ની ચર્ચાઓ ઉઠી રહી છે અને આ ક્રિકેટરો હવે રાજકારણ માં ઝંપલાવે તેવી અટકળો વહેતી થઈ છે.
