વલસાડ જિલ્લા માં વલસાડ ,પારડી અને ધરમપુર નગર પાલિકા માં પ્રમુખ , ઉપ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ની અઢી વર્ષ ની ટર્મ પુરી થતા હવે આગામી ઉમેદવાર ની ચૂંટણી થનાર છે ત્યારે આ ચૂંટણી માટે 24 મી ઓગસ્ટ ના રોજ સામાન્ય સભા મળનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે પરંતુ આ અગાઉ ભાજપના નિરીક્ષકો દ્વારા લેવાયેલા સેન્સ દરમ્યાન વલસાડ પાલિકા ની વાત કરવામાં આવે તો કિન્નરી બેન અને હેતલબેન ના નામો ચર્ચામાં હતા સાથેજ કારોબારી અધ્યક્ષ પદ માટે સોનલબેન સોલંકી કન્ફ્રોર્મ હોવાની વાત સૂત્રો જણાવી રહયા છે જોકે, કાલે સોમવારે મળનાર સામાન્ય સભા દરમ્યાન ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પારડી પાલિકા માં પણ વર્તમાન પ્રમુખ ફાલ્ગુની બેન, અને રાજેશ પટેલ ના નામો ની ચર્ચા છે કારોબારી માટે દેવેન શાહ નું નામ ચર્ચાઈ રહ્યું છે જોકે,જિલ્લા ભાજપ સંગઠન નવા ચહેરા ને પણ પસંદ કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.ત્યારે હાલ જે નામો ચર્ચા માં છે તેને સ્થાન મળશે કે સરપ્રાઈઝ નામો જાહેર કરાશે તે મુદ્દે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
