LSG vs DC: મેદાન પર ખેલાડીઓ વચ્ચે જંગ! પ્રિન્સ યાદવ અને ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે થઈ ‘હોટ ટોક’, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
IPL 2026ની પાંચમી મેચ માત્ર રન અને વિકેટો માટે જ નહીં, પણ ખેલાડીઓ વચ્ચેના હાઈ-વોલ્ટેજ ડ્રામા માટે પણ યાદ રાખવામાં આવશે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાયેલી આ મેચમાં જ્યારે દિલ્હીની ટીમ મુશ્કેલીમાં હતી, ત્યારે લખનૌના યુવા બોલર પ્રિન્સ યાદવ અને દિલ્હીના બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે મેદાન પર જ ગરમાગરમી જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો હવે ઈન્ટરનેટ પર જોરદાર ચર્ચાઈ રહ્યો છે.
દિલ્હીની નબળી શરૂઆત અને લખનૌનો દબદબો
બુધવારે રમાયેલી આ મેચમાં લખનૌએ પહેલા બેટિંગ કરતા માત્ર 141 રન બનાવ્યા હતા. સ્કોર નાનો હતો, પણ લખનૌના બોલરોએ જે રીતે શરૂઆત કરી તે જોઈને લાગતું હતું કે તેઓ આ મેચ જીતી જશે. દિલ્હીની હાલત એવી હતી કે
- કેએલ રાહુલ: ઇનિંગના પહેલા જ બોલે શૂન્ય રને આઉટ.
- પથુમ નિસાંકા: માત્ર 1 રન બનાવીને પેવેલિયન ભેગો.
- નીતીશ રાણા: 15 રન બનાવી શક્યો.
- કેપ્ટન અક્ષર પટેલ: ખાતું ખોલાવ્યા વગર જ આઉટ.
માત્ર 5 ઓવરમાં દિલ્હીએ 26 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે મેદાન પર લખનૌના બોલરોનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હતો.
પ્રિન્સ યાદવ અને સ્ટબ્સ વચ્ચે શું થયું?
જ્યારે અક્ષર પટેલ આઉટ થયો ત્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો. પાંચમી ઓવર પ્રિન્સ યાદવ ફેંકી રહ્યો હતો. ઓવરના ચોથા બોલ બાદ પ્રિન્સ યાદવે સ્ટબ્સ તરફ જોઈને તેને ‘ઘૂરવાનું’ શરૂ કર્યું. સામાન્ય રીતે શાંત દેખાતા સ્ટબ્સે પણ નમતું જોખ્યું નહીં અને તે જ અંદાજમાં પ્રિન્સને વળતો જવાબ આપ્યો.
બંને વચ્ચે થોડી ક્ષણો માટે શાબ્દિક ટપાટપી થઈ હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે, “મોટી મેચોમાં આવી નાની-મોટી વાતો થતી રહે છે.” સદનસીબે, મામલો વધુ બિચક્યો નહીં અને રમત આગળ વધી.
𝙗𝙖𝙙𝙚 𝙗𝙖𝙙𝙚 𝙢𝙖𝙩𝙘𝙝𝙚𝙨 𝙢𝙚𝙞𝙣… 𝙖𝙞𝙨𝙞 𝙘𝙝𝙝𝙤𝙩𝙞 𝙘𝙝𝙝𝙤𝙩𝙞 𝙩𝙖𝙠𝙧𝙖𝙧 𝙝𝙤𝙩𝙞 𝙧𝙚𝙝𝙩𝙞 𝙝𝙖𝙞 😉🔥
Things getting spicy in the middle 🌶️😏
Bhojpuri ka asli mazza sirf JioHotstar par dekhiye! 🎉#TATAIPL 2026 | #LSGvDC | LIVE NOW 👉… pic.twitter.com/PKSx9UroQ7
— Star Sports (@StarSportsIndia) April 1, 2026
તણાવ વચ્ચે સ્ટબ્સે બાજી પલટી
પ્રિન્સ યાદવે ભલે સ્લેજિંગ (Sledging) દ્વારા સ્ટબ્સ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ દક્ષિણ આફ્રિકાના આ યુવા ખેલાડીએ બેટથી જડબાતોડ જવાબ આપ્યો. સ્ટબ્સે શાંત રહીને 32 બોલમાં 39 રનની અત્યંત મહત્વની ઇનિંગ રમી અને અંત સુધી અણનમ રહ્યો. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને દિલ્હીને જીતની નજીક પહોંચાડી દીધું.
પ્રિન્સ યાદવે પણ પ્રભાવશાળી બોલિંગ કરી હતી. તેણે પોતાની 3 ઓવરમાં માત્ર 20 રન આપ્યા હતા, પરંતુ તે સ્ટબ્સને આઉટ કરવામાં સફળ રહ્યો નહીં.
