ઋષભ પંતની મુશ્કેલી વધી! સંજુ સેમસન અને ઈશાન કિશનના પડકાર વચ્ચે હવે વૈભવ સૂર્યવંશી પાસેથી શીખવા મળી સલાહ

3 Min Read

પંતની મુશ્કેલીમાં વધારો: સંજુ અને ઈશાનના પડકાર વચ્ચે હવે 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પાસેથી શીખવાની સલાહ, શું ફ્લોપ સાબિત થઈ રહ્યો છે ₹27 કરોડનો દાવ?

IPL 2026ની શરૂઆત લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન ઋષભ પંત માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી રહી નથી. એક તરફ મેદાન પર દિલ્હી સામેની હાર અને માલિક સંજીવ ગોયન્કા સાથેની તીખી ચર્ચા વિવાદમાં છે, તો બીજી તરફ પંતના ફોર્મ અને બેટિંગ અભિગમ પર દિગ્ગજોએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. ₹27 કરોડની અધધ કિંમતે વેચાયેલા પંત માટે અત્યારે સ્થિતિ એવી છે કે તેને હવે 15 વર્ષના ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશી પાસેથી શીખવાની સલાહ આપવામાં આવી રહી છે.

vaibav.jpg

- Advertisement -

વિકેટકીપરોની ‘ગેલેક્સી’ વચ્ચે પંત ક્યાં?

ઋષભ પંત ભલે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી મોટો મેચ-વિનર હોય, પરંતુ T20 ફોર્મેટમાં તે હજુ પણ એક વણઉકેલાયેલ કોયડો છે. પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન માઈકલ વૉનનું માનવું છે કે ભારત પાસે અત્યારે વિકેટકીપર-બેટ્સમેનોની કોઈ કમી નથી.

પંત સામેના પડકારો:

- Advertisement -
  • સંજુ સેમસન અને ઈશાન કિશન: આ બંને ખેલાડીઓ સતત શાનદાર પ્રદર્શન કરીને પંતના સ્થાન પર દબાણ બનાવી રહ્યા છે.
  • જીતેશ શર્મા: લોઅર ઓર્ડરમાં ફિનિશર તરીકે જીતેશ પણ એક મજબૂત દાવેદાર છે.
  • સ્થિરતાનો અભાવ: પંત IPLમાં સફળ રહ્યો છે, પણ ટીમ ઈન્ડિયા માટે T20I માં તેના આંકડા તેની ક્ષમતા મુજબના નથી.

વૈભવ સૂર્યવંશી પાસેથી શું શીખવું જોઈએ?

માઈકલ વૉને એક ચોંકાવનારી સલાહ આપતા કહ્યું કે પંતે 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના ‘ફ્રી-ફ્લોઈંગ’ માઈન્ડસેટને જોવો જોઈએ. વૈભવ મેદાન પર કોઈ પણ ડર વગર રમે છે અને તેની બેટિંગમાં એ જ જૂનો ઋષભ પંત દેખાય છે જે બોલરોની લાઈન-લેન્થ બગાડી નાખતો હતો.

વૉનના મતે, પંત અત્યારે કદાચ ઘણું વિચારી રહ્યો છે. તેણે ફરીથી એ માનસિકતા કેળવવાની જરૂર છે કે તે 48 બોલમાં 100 રન બનાવી શકે છે. જો પંત પોતાની જૂની ‘ફ્રી સ્પિરિટ’ પાછી નહીં લાવે, તો ભારતની T20 ટીમમાં વાપસી કરવી તેના માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે.

rusab poa1.jpg

- Advertisement -

ઝહીર ખાનનું વિશ્લેષણ: ટેસ્ટના આંકડા પંતના દુશ્મન?

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને પંતના સંઘર્ષ પાછળ એક રસપ્રદ કારણ આપ્યું છે. ઝહીરના મતે, પંતે ટેસ્ટ ક્રિકેટમાં એટલા ઊંચા ધોરણો સ્થાપિત કર્યા છે કે ચાહકો અને પસંદગીકારો T20માં પણ તેની પાસેથી તેવી જ અપેક્ષા રાખે છે.

“પંત આ ફોર્મેટમાં ઘણું બધું કરી રહ્યો છે, પણ તેની સરખામણી હંમેશા તેના ટેસ્ટ નંબરો સાથે કરવામાં આવે છે. તે 10 વર્ષથી રમી રહ્યો છે અને સૌથી ઝડપી 3000 રન બનાવનાર ખેલાડી છે. મૂંઝવણ એ છે કે તેને કયા ક્રમ પર બેટિંગ આપવી જેથી તે પોતાની ગેમ સ્ટેબલ કરી શકે.” 

TAGGED:
Share This Article