ફિલ્મી અભિનેતા સુશાંતસિંહ રાજપૂત ના રહસ્યમય મોત કેસમાં હાલ તપાસ ચાલુ છે અને શુશાંત ની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ડ્રગ્સ લેતી હોવાનું અથવા સુશાંતને ડ્રગ્સ આપતી હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે આ મુદ્દાની તપાસ નાર્કોટિક્સ બ્યુરો ને જો સોંપવામાં આવે તો ગુજરાત કેડરના ત્રીજા અધિકારી રાકેશ અસ્થાના પણ જોડાઈ શકે છે.
હાલ ગુજરાત કેડરના બે અધિકારીઓ મનોજ શશીધર અને ગગનદીસ ગંભીરના વડપણ હેઠળ સીબીઆઈની ટીમ તપાસ કરી રહી છે.
આ કેસમાં રિયાના વોટ્સએપ ચેટની તપાસ દરમિયાન કેટલીક વિગતો બહાર આવી છે. જેમાં રિયા પોતે એમ.ડી.એમ.એ. નામનું ડ્રગ્સ લેતી હતી અથવા સુશાંતસિંહને આપતી હતી તેવી શંકાઓ છે ત્યારે આ તપાસ માં રાકેશ અસ્થાના પણ તપાસ માં સામેલ થવાની શકયતા છે.
રાકેશ અસ્થાના 1984ની બેચના આઈપીએસ અધિકારી છે. હમણા જ તેમને બીએસએફના ડીજી બનાવવામાં આવ્યા છે અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોનો વધારાનો હવાલો તેમને આપવામાં આવ્યો છે ત્યારે તેઓ ની એન્ટ્રી થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
