કોરોનાવાયરસે તમારા ખિસ્સા પર કેટલી અસર નાંખી છે? બને શકે કે તેની તેમને ખબર ન હોય પણ એક અંદાજ અનુસાર આ રોગચાળાએ તમારા ખિસ્સા પર રૂ. 27 હજારની અસર પાડી છે. આ કોઇ અદ્ધરતાલ વાત નથી પણ દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
17 ઓગસ્ટે એસબીઆઇનો એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે કોરોનાવાયરસને કારણે રાજ્ય સરકારોને રૂ. 38 લાખ કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે. આ નુકસાન કેટલું વધુ છે તેને સમજવું હોય તો તેની નુકસાનીની રકમ તમામ રાજ્યોની કુલ જીડીપીના લગભગ 17 ટકા છે અને તેની અસર દરેકના ખિસ્સા પર પડશે એ અનુસાર તમારા ખિસ્સા પર તેની અસર રૂ. 27 હજારની પડશે.
જ્યાં કોરોનાની સૌથી વધુ અસર હોય ત્યાં સૌથી વધુ નુકસાન પણ થઇ શકે છે. જેમ કે મહારાષ્ટ્રમાં કોરોનાના લગભગ 7 લાખથી વધુ કેસ છે, એ કારણે ત્યાં નુકસાન પણ વધુ રહેશે. મહારાષ્ટ્રને આ વર્ષે જીડીપીમાં રૂ. 5.39 લાખ કરોડથી વધુનું નુકસાન થઇ શકે છે. અર્થાત કોરોનાથી જેટલું નુકસાન આ વર્ષે થશે તેમાંથી 14.2 ટકા એકલા મહારાષ્ટ્રમાં થશે. મહારાષ્ટ્રમાં દરેકના ખિસ્સા પર 38,841 રૂપિયાની અસર પડશે. જ્યારે દિલ્હીમા સૌથી વધુ દરેકના ખિસ્સા પર રૂ. 87,233ની અસર પડશે.