કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ સતત ચાલુ રહેવા પામી છે ત્યારે જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે આવેલા પંથ ચોકમાં ફરી એકવાર આતંકવાદીઓએ પોલીસ અને CRPFના જવાનો ઉપર હુમલો કરી દેતા બને પક્ષે ગોળીઓ ની રમઝટ બોલી હતી. જવાનો નાકા પરથી પસાર થઈ રહેલી ગાડીઓને ચેક કરી રહ્યા હતા ત્યારે આતંકીઓ એ હુમલો કર્યો હતો જેમાં જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. હુમલામાં જમ્મુ કાશ્મીર પોલીસના ASI બાબૂ રામ શહીદ થયા છે.
આતંકવાદીઓના હુમલાના તરત પછી પોલીસ અને CRPFના જવાનોએ પણ મોરચો સંભાળી લીધો છે. સતત બન્ને બાજુથી ફાયરિંગ થઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે હાલ પણ આતંકી સંતાયા છે. હવે જવાન વિસ્તારને ચારેય બાજુથી ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે.
