મોદી સરકારે વધુ એક વખત ડિજિટલ સ્ટ્રાઈક (Digital Strike) કરતાં બુધવારે 118 મોબાઈલ એપ્લિકેશન (Mobile Apps) પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વખતે કેન્દ્ર સરકારે જે ચાઈનીઝ એપ્સ (Chinese Apps) પર પ્રતિબંધ મૂક્યો છે, તેમાં સૌથી લોકપ્રિય ગેમ પબજી (PUBG) પણ સામેલ છે.
આ સિવાય ભારત સરકારે સુરક્ષાનું કારણ આપતા લિવિક, વીચેટ વર્ક, વીચેટ રીડિંગ, એપલૉક, કૈરમ ફ્રેન્ડ્સ જેવી અન્ય લોકપ્રિય મોબાઈલ એપ્સ પર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. અગાઉ પણ ભારત સરકાર (Indian Government) શોર્ટ વીડિયો શેરિંગ એપ્લિકેશન ટીકટૉક (TikTok) સહિત અન્ય કેટલીક ચીની એપ્સ ઉપર પણ પ્રતિબંધ લગાવી ચૂકી છે.
PubG ગેમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થઈ રહ્યાં છે કે, લોકપ્રિય ગેમ PUBGની જગ્યાએ રિલાયન્સ નવી ગેમ JioG લઈને આવી રહ્યું છે.
સમાચાર એજન્સી ANIના ફેક ટ્વીટર એકાઉન્ટ પર કરવામાં આવેલા ટ્વીટ બાદ લોકો આ સમાચારને સાચા માની રહ્યાં છે. આ ફેક ન્યૂઝને ટ્વીટર પર ટ્વીટ કરવામાં આવ્યા બાદ અત્યાર સુધી 2000થી વધુ લાઈક્સ અને 500 કરતાં વધુ રી-ટ્વીટ કરવામાં આવી ચૂકી છે.