ઑટો ઇન્ડસ્ટ્રીને સરકાર મોટી ભેટ આપી શકે છે. સરકાર સૌ પ્રકારના વાહનો પર જીએસટી રેટમાં 10 ટકાનો કાપ કરી શકે છે. ઇન્ડસ્ટ્રી લગાતાર આની માંગ કરતી આવી છે. ભારે ઉદ્યોગ અને જાહેર ઉપક્રમના કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવેડકરે કહ્યું કે, ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના સલાહ પર સરકાર વિચાર કરી રહી છે. આ વિશે ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવશે. લોકડાઉનના ચાલતે ઑટો ઇન્ડસ્ટ્રીને ભારી નુકસાન વેઠવું પડ્યું હતું.
જાવેડકરે ઑટોમોબાઇલ કંપનીના સંગઠન સિયામના (SIAM) 60 વર્ષીય સમ્મેલનમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ જીએસટીમાં અસ્થાયી કાપની ઇન્ડસ્ટ્રીની માંગ વિશે પ્રધાનમંત્રી અને નાણાકીય મંત્રીથી વાત કરશે.
કોરોના સંકટ બાદ માંગને વધારવા માટે ઑટો ઇન્ડસ્ટ્રી, જીએસટી દરમાં કાપ સાથે વેહિકલ સ્ક્રેપેજ પોલિસીને સમયસર લાગુ કરવાની માંગ કરી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં ઘરેલુ બજારમાં વાહનોના વેચાણમાં 75 ટકા ઘટાડો આવ્યો છે.
ગાડીઓ પર હજુ પણ 28 ટકા જીએસટી લાગે છે. વાહન ઉદ્યોગોએ આમાં ઘટાડો કરીને 18 ટકા કરવાની માંગ કરી હતી. નાણાકીય મંત્રી નિર્મલા સિતારમને પણ હાલમાં જ ટુ- વ્હીલર વાહનો પર જીએસટી રેટમાં કાપ કરવાના સંકેતો આપ્યા હતા.