કોરોની સ્થિતિ અને વધી રહેલા કેસને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમેં દેશમાં મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતાએ એવો દાવો કર્યો કે, ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લોકડાઉન રણનીતિનો લાભ ઉઠાવી ન શકાયું. આ સાથે જ તેમણે અંદાજ પણ લગાવ્યો છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સપ્ટેમ્બર મહિનામાં 65 લાખ થઇ જશે.
તેમણે ટ્વીટ કરી કહ્યું કે, મે 30 સપ્ટેમ્બર સુધીમાં સંક્રમિતોની સંખ્યા 55 લાખ થવાનું અનુમાન લગાવ્યું હતું, હું ખોટો હતો. ભારત 20 સપ્ટેમ્બર સુધીમાં જ તે આંકડા પર પહોંચી જશે અને સપ્ટેમ્બરના અંત સુધીમાં સંક્રમિતોની સંખ્યા 65 લાખ સુધી પહોંચી શકે છે.
તેમણે કહ્યું કે, ભારત એકમાત્ર એવો દેશ છે જે લોકડાઉનની રણનીતિનો લાભ ઉઠાવતું નથી જોવા મળી રહ્યું, વડાપ્રધાન મોદીએ 21 દિવસમાં કોરોના વાઈરસને હરાવવાનું વચન આપ્યું હતું અને તેમણે જણાવવું જોઈએ કે કેમ ભારત નિષ્ફળ રહ્યું જ્યારે અન્ય દેશો સફળ થતાં જોવા મળી રહ્યાં છે.