ભારત- ચીન બોર્ડર પર હાલ સ્થિતિ તણાવભરી છે અને ચીન વારંવાર ભારતીય સરહદ માં ઘૂસણખોરી નો પ્રયાસ કરી રહ્યુ છે ત્યારે 30 ઓગસ્ટ ના રોજ ચીની સૈનિકો સાથે ની અથડામણ માં શહીદ થયેલ ભારતીય સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના કમાન્ડો નાઈમા તેનજિંગ (51)ના આજે લેહમાં સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ સમયે શહીદ ને તિરંગા સાથે ભારત માતાની જયના બુલંદ નારા સાથે સન્માન અપાયું હતું.
ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં લદ્દાખમાં ચીનની ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન થયેલ માઇન બ્લાસ્ટમાં તેનજિંગ શહીદ થયા હતા.
તેનજિંગ ચુશૂલના બ્લેક ટોપ પર ચીન સામેના ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા. 29-30 ઓગસ્ટની રાત્રે ભારતીય સૈનિકોએ લદ્દાખમાં ચીનના ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઓપરેશનમાં તિબેટીઓ જવાનોની વિકાસ રેજીમેન્ટ સામેલ હતી આમ માં ભોમ ની રક્ષા કરતા કરતા શહિદી વહોરનાર જવાન ને સન્માન પૂર્વક અંતિમ સંસ્કાર કરાયા હતા.
