અત્યાર સુધી ભારતે શસ્ત્રો માટે અન્ય દેશો ઉપર નિર્ભર રહેવું પડતું હતું પણ હવે ભારતે હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોનસ્ટ્રેટર(HSTDV) દેશમાં તૈયાર કરવામાં સફળતા હાંસિલ કરી લઈ સ્વદેશી શસ્ત્ર બનાવવામાં સફળતા હાંસલ કરી લીધી છે. ઓરિસ્સાના બાલાસોર ખાતે એપીજે અબ્દુલ કલામ રેન્જમાં સોમવારે કરાયેલું તેનું પરીક્ષણ સફળ રહ્યું હતું. તેને સ્ક્રેમ જેટ એન્જિનની મદદથી લોન્ચ કરવામાં આવી હતી. ભારત આ ટેકનિક હાંસિલ કરનારો દુનિયાનો ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન પણ આ ટેકનિક તૈયાર કરી ચુક્યા છે.દરમ્યાન
રક્ષા મંત્રીએ ટ્વિટ કર્યું, હું વડાપ્રધાનના આત્મનિર્ભર વિઝનને પુરુ કરવા અને આ ઉપલબ્ધિ હાંસિલ કરવા માટે DRDOની ટીમને શુભેચ્છા આપું છું. મેં આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો સાથે વાત કરી છે અને તેમને શુભેચ્છા પાઠવી ગર્વ ની લાગણી વ્યક્ત કરી હતી.
ભારત હવે આગામી પાંચ વર્ષમાં હાઈપરસોનિક મિસાઈલ તૈયાર કરી શકશે. આ હાઈપરસોનિક મિસાઈલ એક સેકન્ડમાં બે કિમી સુધી પ્રહાર કરી શકવા સાથે તેની ગતિ અવાજની ગતિ કરતા 6 ગણી વધુ હોય છે. ભારતમાં તૈયાર થનારી હાઈપરસોનિક મિસાઈલ દેશમાં તૈયાર કરવામાં આવેલી સ્ક્રેમજેટ પ્રપુલ્સન સિસ્ટમથી સજ્જ હશે. આ પ્રકારની ટેકનોલોજી ધરાવતો ભારત વિશ્વ માં હવે ચોથો દેશ બની ગયો છે.
