શહેરના (Surat City) નાનપુરા ખાતે હીઝડાવાડ પાસે સોમવારે બપોરે ડ્રેનેજ લાઈન સફાઈ કરવા ઉતરેલા બે કામદારોને (Workers) ગૂંગળામણ થયા બાદ મોત થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જો કે ગટર ચેમ્બરમાં કામ કરતી વખતે બંન્ને મંજુરોને ઝેરી ગેસની અસર થતાં ગુંગડામણના કારણે તેઓ બેભાન થઇને ગટરમાં (Drainage) જ લથડી પડ્યા હતા.આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા નવસારી અને મજુરા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અને લાશ્કરો ઘટના સ્થળે ધસી ગયા હતા. ત્યાં ઓક્સીજન સેટ કરીને લાશ્કરો ગટર લાઇનમાં નીચે ઉતર્યા હતા. બાદમાં દોરી બાંધીને વારા ફરતી બંને બહાર કાઢ્યા હતા. જ્યારે જતીનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં અને મોમસિંગને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ દાહોદના વતની અને હાલમાં જહાંગીરપુરા આશ્રમ પાસે રહેતા 52 વર્ષીય મોમસિંગ રતનભાઇ આંબલીયા અને જતીન જીતેન્દ્રભાઇ આંબલીયા સોમવારે બપોરે નાનપુરા હિઝડાવાડ ઝિંગા સર્કલ પાસે પાલિકાની ડ્રેનેજ લાઇનની સાફ સફાઇની કામગીરી ચાલી રહી હતી. ત્યારે ગટર ચેમ્બરમાં કામ કરતી વખતે બંન્ને મંજુરોને ઝેરી ગેસની અસર થતાં ગુંગડામણના કારણે તેઓ બેભાન થઇને ગટરમાં જ લથડી પડ્યા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા નવસારી અને મજુરા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અને લાશ્કરો ઘટના સ્થળે ધસી ગયા હતા. ત્યાં ઓક્સીજન સેટ કરીને લાશ્કરો ગટર લાઇનમાં નીચે ઉતર્યા હતા. બાદમાં દોરી બાંધીને વારા ફરતી બંને બહાર કાઢ્યા હતા. જ્યારે જતીનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં અને મોમસિંગને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હત