રાજ્ય માં આવી રહેલી વિધાનસભાની પેટા ચૂંટણી અગાઉ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે અને એકબીજા ના પક્ષ માં કાર્યકરો અને અગ્રણીઓ ને સામ, દામ અને દંડ ની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે ત્યારે વલસાડમાં કપરાડા બેઠકની પેટાચૂંટણી પહેલા ભાજપ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ ભાજપના 400 કાર્યકરો એકસાથે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ખેસ પહેરાવી તમામ 400 કાર્યકરોને આવકાર્યા હતા. જોકે આ અગાઉ કેટલાક કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
જાણવા મળતા અહેવાલો મુજબ વલસાડ જિલ્લાના અરનાલા ખાતે આયોજિત કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન ભાજપના 400 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના નેતા અમિત ચાવડાના હસ્તે ખેસ પેહરી ભાજપના 400થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા ભાજપ ની છાવણી માં ભારે સન્નાટો છવાયો હતો આ 400 ભાજપી કાર્યકરો એ કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસ જીંદબાદના જોરદાર નારા પણ લગાવી કોંગ્રેસ ને સમર્થન કરવા સૌ એક થયા હતા. હાલ માં ભાજપ ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કોરોના થતા હોસ્પિટલમાં છે ત્યારે અમિત ચાવડા એ ખેલ પડતા ભાજપ શતરંગ માં અટવાઈ પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.
