એક વિચિત્ર ઘટના માં મુંબઈમાં ડિલક્ષ ટ્રેન ના એન્જીન ઉપર કોઈ એ પથ્થર મારતા કાચ તૂટ્યા હોવાનો બનાવ બન્યો હતો.
બાંદ્રાથી અમૃતસર જતી ડીલક્ષ સુપર ફાસ્ટ ટ્રેન પર પાલઘર અને બોઇસર વચ્ચે કિમી ન. 92/8 પાસે પસાર થઈ રહી હતી તે વખતે અચાનક ટ્રેનના એન્જિન પર કોઈ ઇસમે પથ્થર મારતા તે પથ્થર એન્જિનના કાચમાં લાગતા એન્જિનનો કાચ તૂટી ગયો હતો. પરિણામે એન્જિન ડ્રાઇવરે તાત્કાલિક ચેક કરતા ટ્રેક નજીક બાળકો રમી રહ્યા હોય તેમ માલુમ પડ્યું હતું બાદ માં ઘટનાની જાણ રેલવે કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ટ્રેનના પાયલોટને ટ્રેન ચલાવવામાં તકલીફ પડી રહી હોવાથી કંટ્રોલ રૂમની મદદ મેળવી વલસાડ રેલવે ઉપર બીજું એન્જીન બદલવા જણાવતા વલસાડ રેલવે અધિકારીઓને જાણ થતાં તાત્કાલિક વલસાડ રેલવે ઉપર આવી પહોંચ્યા હતા.
વલસાડ રેલવે સ્ટેશને એન્જિન બદલાવી ટ્રેન રવાના કરવામાં આવી હતી. જોકે ટ્રેનના એન્જિન પર પથ્થર મારો કરનાર ઈસમ કોણ હતો તે હજુસુધી જાણી શકાયું નથી. પરંતુ આ બનાવમાં સદ્ નશીબે ટ્રેન ના એન્જિન નો પાયલટ તેમજ એન્જિન માં સવાર અન્ય રેલવે કર્મચારીઓને કોઈ ઇજા થઇ ને હતી. આ બનાવ અંગે પાલઘર RPFને તપાસ કરવા જણાવવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
