વલસાડ જિલ્લાના ત્રણ પીએસઆઇ ની આંતરિક બદલીઓ નો ગંજીફો ચીપવામાં આવ્યો છે.
વિગતો મુજબ પારડી પીએસઆઇ શક્તિસિંહ ઝાલા ની સાઇબર ક્રાઇમ માં ભિલાડ પીએસઆઇ ભાદરગા ને કપરાડા ખાતે અને કપરાડા પીએસઆઇ બી.એન. ગોહિલ ને પારડી ખાતે બદલી કરાઈ હોવાનું જાણવા મળ્યુ છે.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા એ પીએસઆઇ ની બદલી કરતા વલસાડ જિલ્લા પોલીસ બેડા માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસવડા ઝાલા એ ચાર્જ સંભાળ્યા બાદ તેઓ ફિલ્ડ ઉપર જાતેજ વિઝીટ કરી રહ્યા છે અને તમામ વિગતો જાતેજ મેળવી રહ્યા છે પરિણામે તેઓ ની કડક ઇમેઝ ઉભી થઇ રહી છે અને ક્રાઈમ રેટ માં ખાસ્સો ઘટાડો જણાઈ રહ્યો છે ત્યારે બદલીઓ કરી તેઓ એ પારદર્શક વહીવટ લાવવા માટે એક રૂટિન બદલીઓ કરી હોવાનું મનાય છે.
