અમેરિકાએ હવે અરુણાચલ પ્રદેશ મામલે ભારત નો પક્ષ લઈ જણાવ્યુ કે તે ભારત નો હિસ્સો છે.
અમેરિકાના ગૃહ વિભાગે નિવેદન આપ્યું કે ‘લગભગ 60 વર્ષથી અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માનતું આવ્યું છે. વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુમાં કોઈપણ ઘૂસણખોરી પછી તે સૈન્ય હોય કે નાગરિક તેના દ્વારા ક્ષેત્રીય દાવાઓને લઇ એકપક્ષીય કોશિષનો વિરોધ કરીએ છીએ. તેની સાથે જ વિભાગે એમ પણ કહ્યું છે કે, વિવાદાસ્પદ ક્ષેત્રો અંગે એટલું જ કહી શકીએ કે ભારત અને ચીનને દ્વિપક્ષીય વાતચીત દ્વારા તેનું નિરાકરણ લાવવુ જરૂરી છે.
આમ ચીન ના દાવા ને અમેરિકા એ ફગાવી ભારત નું સમર્થન કર્યું હતું.
