અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર કોરોના પોઝિટિવ આવતા વ્હાઈટ હાઉસ એલર્ટ થઈ ગયું છે અને સલામતી ના કારણસર રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ ને હોમ કોરોન્ટાઈન કરાયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર હોપ હિક્સને કોરોના પોઝિટિવ આવતા ટ્રમ્પ અને તેમના પત્ની ને સેફ કરી દેવાયા છે કેમકે હોપ હિસ્ક ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એર ફોર્સ વનમાં નિયમિત મુસાફરી કરતી હતી. તાજેતરમાં જ હોપ હિસ્ક તેમના સીનિયર અધિકારીઓ સાથે પ્રેસિડન્ટ ડિબેટ માટે ક્લીવલેન્ડ ગયા હતા. વ્હાઈટ હાઉસે પણ એક નિવેદન બહાર પાડી જાણકારી આપી હતી.
હોપ હિક્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું છે કે, હોપ હિક્સ જે ખુબજ મહેનતથી કામ કરે છે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધી ફર્સ્ટ લેડી અને હુ અમારા કોરોના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. આ દરમિયાન અમે ક્વોરન્ટીન થયા છીએ તેમ જાહેર જનતા ને જણાવી આ વાત ને પૃસ્ટી આપી હતી.
