ગુજરાત ના પાટનગર ગાંધીનગર માં ચિકનગુનિયાના 100 પોઝિટીવ કેસો નોંધાતા ભારે હાહાકાર મચી ગયો છે. પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 5,6,7 અને 8માં ચિકુનગુનિયાનું પ્રમાણ વધુ હોવાની વિગતો છે. કોરોના ની ચાલુ સ્થિતિ વચ્ચે મલેરિયા, ડેન્ગ્યુ બાદ હવે ચિકનગુનિયાના કેસો વધતા આરોગ્ય વિભાગ ની ચિંતા વધી છે, આથી હવે લોકોએ કોરોના સહિત મચ્છરજન્ય રોગચાળા સામે ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
હાલ માં જ 70 જેટલા ચિકુનગુનિયાના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે
પરિણામે આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી રાઉન્ડ ધ કલોક સતત ચાલું કરી છે. સમગ્ર મહિનાના સર્વેક્ષણ દરમિયાન 12 હજાર ઉપરાંતના પાત્રોમાંથી એડિસ મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા. જેને સ્થળ પર નિકાલ કરવા સાથે દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે સેક્ટર 5,6,7 અને 8માં અંદાજે 700થી પણ વધુ ધરોમાં ફોગીંગ કરવામાં આવ્યૂ હોવાનું આરોગ્ય વિભાગ ના સૂત્રો એ જણાવ્યું હતું.
