રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ એવી આજે 2જી ઓક્ટોબરના રોજ અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમવાર કોરોના ની ગાઈડલાઈન ને અનુસરી ખુબજ સાદગીપૂર્વક ગાંધીજ્યંતી મનાવાઈ હતી. અહીં આશ્રમના સભ્યો દ્વારા જ ગાંધીજી ને પ્રિય સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સવારે 8 વાગ્યે ગાંધીઆશ્રમમાં આશ્રમના સભ્યોની હાજરી માં સોશિયલ ડિસ્ટનસ અને માસ્ક પહેરી યોજાયેલ સભામાં કોરોનાની મહામારી ના કારણે બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. હાલ જાહેર જનતા માટે ગાંધી આશ્રમ બંધ રાખવામાં આવ્યો છે જેથી બહાર નું કોઇ પ્રાર્થના સભામાં જોડાઈ શક્યાં ન હતા કોરોના માં લોકો પોતાના ઘરે બેઠા પ્રાર્થના સભામાં ઓનલાઇન જોડાઈ શકે તેવી વ્યવસ્થા વ્યવસ્થા કરી ગાંધી આશ્રમની વેબસાઈટ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગાંધીજયતીના દિવસે ગાંધી આશ્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે અને મોટાભાગે પ્રવાસીઓ પણ વિશેષ હોય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના સંક્રમણ ને ફેલાતું અટકાવવા આશ્રમ પ્રવાસીઓ માટે બંધ છે.
