ભારતની આન-બાન અને શાન ના પ્રતીક સમા યુદ્ધ જહાજ INS વિરાટ નું તારીખ 28 સપ્ટેમ્બરે અલંગ ખાતે આખરી સફર પુરી થયા બાદ થેંક્યું વિરાટ નામે કાર્યક્રમનું આયોજન થયું હતું. ત્યારે ભારતીય નૌકાદળનું વિમાન વાહક આ જહાજ ભાંગવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રુપે હવે જહાજ વેચવા માટે વાત ચલાવતા ભારે વિવાદ ઉભો થયો છે.
INS વિરાટ જહાજને રાષ્ટ્ર ગૌરવના નામે 38.54 કરોડમાં ખરીદ્યા બાદ શ્રી રામ ગ્રુપે તેને સો કરોડમાં વેચવા તૈયાર બતાવતા હવે આ જહાજને મ્યુઝિયમમાં ફેરવવા માટે મુંબઈના એક મોટા જૂથે માંગણી કરી છે અને ગોવાના મુખ્યપ્રધાને પણ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માટે જણાવ્યું છે, ત્યારે સવાલ એ છે કે જો મ્યુઝિયમ જ બનાવવાનું હોય તો આ જહાજને સાવ સસ્તા ભાવે અલંગ ના શ્રી રામ ગ્રુપ ને શા માટે વેચી દેવાયું ? અને હવે જે પાર્ટી ને વેચવામાં આવ્યું છે તે ગ્રુપ શા માટે હવે તેને ભાંગવાને બદલે ઊંચા ભાવે વેચવા કાઢ્યું છે ?
જહાજ શ્રીરામ ગ્રુપના મુકેશ પટેલે કહ્યુ હતુ કે, આમ તો આ જહાજ પોતે સવા સો કરોડ માં વેચવાના હતા પણ જો જહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વીટેક મરિન તૈયાર થઈ હોવાથી પોતે 100 કરોડ માં વેચી દેશે.
ભાવનગર ના જહાજ ખરીદનાર મુકેશ પટેલનું કહેવું છે કે જો કોઈ ઉદ્યોગ ગૃહ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માંગે તો હું આ જહાજ 100 કરોડમાં આપી દેવા તૈયાર છું. મેં 38.50માં ખરીદ્યા બાદ મેં કસ્ટમ ડ્યુટી, જીએસટી તેમજ જહાજ ખરીદવા માટેની રકમ 3 માસ પહેલા ભરી છે તો તેનું વ્યાજ પણ આમાં ગણાવું જોઈએ.
આમ હવે આ જહાજ વેચવાની વાત ને લઈ ભારે હોબાળો થયો છે.
