અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારની બદી ફૂલીફાલી છે અને પોલીસ કમિશનરે બંધ કરાવવા આદેશ આપ્યા છે ત્યારે ખુદ પોલીસ લાઇન માજ પોલીસ ના ઘરમાં જ જુગરધામ ઝડપાતા હડકંપ મચ્યો છે.
આ જુગાર ધામ માં જુગાર રમતો પ્રખ્યાત હોટલ એવી સિમરન હોટલનો માલિક ઐયુબખાન પઠાણ પણ ઝડપાયો છે આ હોટલ માં પોલીસ ના માણસો ની હાજરી વધુ રહે છે અને જમવા,નાસ્તા ચા માટે પોલીસ ની હાજરી વધુ રહે છે, જેથી ઐયુબ પોલીસ માટે જાણીતો માણસ હોવાનું કહેવાય છે ,જે પોલીસ ચોપડે વોન્ટેડ બોલે છે ,કારણ કે ગત 3 સપ્ટેમ્બરે જ્યારે કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં જુગારની રેડ પોલીસે કરી હતી, તેમાં ફરાર બતાવ્યો હતો અને હવે પોલીસે આજે જુગાર કેસમાં ધરપકડ બતાવી છે.
શાહીબાગ પોલીસે બાતમીના આધારે શાહીબાગ માધુપુરા પોલીસ લાઈનમાંથી જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડ્યા છે. ખુદ પોલીસકર્મીના બંધ ઘરમાં તેનો જ સગો ભાઈ જુગાર રમાડતો હોવાની વાત સામે આવી છે. શાહીબાગ પોલીસે તમામની ધરપકડ કરીને રૂ. 86,020નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નીતિન શિંદે નામના હેડ કોન્સ્ટેબલ ના ઘર માં જુગાર રમાતો હતો. જુગાર રમતા પકડાયેલ આરોપી પૈકી રાજેશ સીંદે પોલીસકર્મી નીતિન શિંદેનો સગો ભાઈ છે. આમ આ જુગરધામ અને ઐયુબ ઝડપાતા પોલીસબેડામાં ભારે ચર્ચા ઉઠવા પામી છે.
