આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્કૂલ ફી વિશે મોટું નિવેદન આપ્યું છે. સ્કૂલ ફી બાબતે નીતિન પટેલે જવાબદારી ભર્યું નિવેદન આપતા જણાવ્યું છે કે, શાળાઓ માત્ર ટ્યુશન ફી વસુલી શકાશે અને ટ્યુશન ફીમાં પણ 25%ની રાહત આપવા નીતિન પટેલે ચોખવટ કરતા જણાવ્યું કે શાળાઓ અન્ય કોઈ ફી નહી વસુલી નહિ શકે.
નાયબ મૂખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, રાજ્યની શાળાઓ માત્ર ટયુશન ફી જ વસૂલ કરી શકશે અને ટ્યુશન ફીમાં 25% ની વાલીઓને રાહત આપવામાં આવે. ટ્યુશન ફી સિવાય અન્ય કોઇ ફી ન વસૂલ કરવા શાળાઓને સૂચના આપી છે.
આ નિવેદન હમણાં નું છે કારણ કે શાળા સંચાલકો 25 ટકા ફી માફ કરવાનું જણાવી રહ્યા છે જયારે વાલીઓ 50 ટકા ફી માફી ની વાત કરી રહ્યા છે અને મામલો ગુંચવાયો છે ત્યાંજ નીતિન પટેલ નું આ નિવેદન બહાર આવતા હવે શાળા સંચાલકો ની શુ પ્રતિક્રિયા આવે છે તેની ઉપર સૌની મીટ મંડાઈ છે.
