સુરતમાં એમડી ડ્રગ્સ ના તાર હવે વલસાડ જિલ્લા ના વાપી અને દમણ સુધી પહોંચ્યા છે અને દક્ષિણ ગુજરાત ના અમીર લોકો સુધી ફેલાયા હોવાની વાતે ભારે સનસનાટી મચાવી છે અને સુશાંત રાજપૂત કેસ માં બોલિવૂડ ના ખુલ્લા પડેલા ડ્રગ્સ રેકેટ ની જેમજ સુરત માં પણ આજ મોડેન્સ ઓપરેન્ડી બહાર આવી છે અહીં પોલીસ તપાસમાં ચોંકાવનારી વાતો બહાર આવી રહી છે. મુંબઈ ની જેમ અહીં પણ આદિલ એન્ડ કંપની એ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું અને ડ્રગ્સ સપ્લાય થતું હતું આદિલ સાથે પાર્ટીઓ યોજવાનું કામ મીનાલ કરતો હોવાની વાત બહાર આવી છે, આદિલ અને મીનાલના મુંબઈથી દમણ સુધી સંપર્ક હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. સલમાને વાપીના મનોજ મારફતે ડ્રગ્સ મંગાવ્યું હતું. ત્યારે ડ્રગ્સ વેચનાર આરોપીન પકડવામાં પોલીસને સફળતા મળી છે. આ સિવાય મનોજ ડ્રગ્સમાં કમિશન લેતો હોવાનું પણ બહાર આવ્યું છે.બોલિવૂડના ડ્રગ્સ કાંડની માફક સુરત શહેરના ડ્રગ્સ કાંડમાં પણ આદિલ સહિતના આરોપીઓના વોટ્સએપ ચેટ્સનો ડેટા મેળવી તપાસ કરવામાં આવે તો ધનાઢય પરિવારના યુવક-યુવતીઓ ના અનેક નામો બહાર આવવાની શક્યતા છે.
સુરત શહેર પોલીસે પખવાડિયા પહેલાં એમડી ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. દોઢ કરોડથી વધુનું એમડી ડ્રગ્સ કબજે લઇ પોલીસ અત્યાર સુધીમાં ડ્રગ્સ માફિયા-પેડલર સહિત સાતેક જણાની ધરપકડ કરી ચૂકી છે. આ આરોપીઓ પૈકી ધનાઢય પરિવારના નબીરા આદિલ નુરાનીની ધરપકડથી સુરત માં ભારે ચકચાર મચી ગઇ છે અને મુંબઇ થી દમણ , વલસાડ જિલ્લો ,વાપી સુરત માં અનેક બંધણીઓ ના નામો આ રેકેટ માં બહાર આવવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
