ગુજરાત ના જામનગર માં પણ ગેંગરેપ ની ઘટના સામે આવી છે અહીંના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા ને ચાર ઈસમો એ ઊંઘની દવા પીવડાવી તમામે સામૂહિક બળાત્કાર કર્યો હતો, આ કેસ માં ગતરોજ પોલીસે તમામ આરોપીઓ ને દબોચી લીધા છે. LCB પોલીસ જ્યારે ચોથા આરોપીને પોલીસ સ્ટેશન લઈને પહોંચી ત્યારે ત્યાં હાજર એક કોંગી મહિલા આરોપીને જોઈ પોતાનો ગુસ્સો રોકી શકી ન હતી અને બળાત્કારી ને સેન્ડલ મારી દેતા થોડીવાર માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગેંગરેપ 28 સપ્ટેમ્બરના થયો હતો, જેની ફરિયાદ પાંચ દિવસ બાદ નોંધાઈ હતી, જેમાં ભોગ બનનારના કાકાના દીકરાને ઘટનાની ગંધ આવી જતાં તેણે ભોગગ્રસ્ત સગીરાની માતાને વાત કરી હતી. ત્યાર બાદ સગીરાને હિંમત આવતાં તેણે ચારેય શખસ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તમામ ની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓ માં મોહિત કિશોરભાઈ આંબલિયા,
મિલન ડાભુભાઈ ભાટિયા,
દેવકરણ કિશોરભાઈ આંબલિયા, અને
દર્શન નામના આરોપી નો સમાવેશ થાય છે. આમ જામનગર સહિત રાજ્ય માં આરોપીઓ વિરુદ્ધ કડક માં કડક પગલાં ભરવા માંગ ઉઠી રહી છે.
