હાલ માં સરહદે તણાવ ની સ્થિતિ અને ગુજરાત આ આવી રહેલી પેટા ચુંટણીઓ દરમિયાન તંત્ર એલર્ટ છે ત્યારે ગુજરાત ATS ની ટીમે મોડી રાત્રે ગાંધીનગરના ચિલોડા નજીક ઓપરેશન હાથ ધરી ચાર ઈસમો ને બનાવટી ભારતીય ચલણી નોટો સાથે પાકિસ્તાની ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા હોવાના અહેવાલ છે. ગુજરાત એટીએસએ ચિલોડા સર્કલ પાસે હાથ ધરેલા આ ઓપરેશન અંગે હજુ સતાવાર વિગતો આવવાની બાકી છે. મંગળવારની મોડીરાત્ર સુધી આ ઓપરેશન ચાલું હતું સંભાવના એવી છે કે આજે બુધવારે એટીએસ આ અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી શકયતા છે,જોકે ગુજરાત ના પાટનગર નજીક જ પાકિસ્તાન કનેક્શન બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી છે અને સામે ચુંટણીઓ હોય આ ઈસમો નો હેતુ શુ છે વગરે બાબતો તપાસ બાદ જ બહાર આવશે.
