બોલિવૂડ અભિનેતા સુશાંત રાજપૂત કેસ માં મહારાષ્ટ્ર સરકાર ને બદનામ કરવા કેટલાક લોકો મેદાને પડ્યા હોવાનું રાજ્ય ના ગૃહમંત્રી એ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંતસિંહ રાજપૂતના કેસ બાબતે મહારાષ્ટ્રને બદનામ કરવા માટે કાવતરું રચાયું હોવાનો મંગળવારે આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ અંગે તપાસ ના પણ આદેશ અપાયા છે. મુંબઈ પોલીસના સાઇબર યુનિટના એક રિપોર્ટમાં પણ જણાવાયું છે કે, સુશાંતના કેસમાં મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવા માટે નવ દેશોમાં ૮૦,૦૦૦ જેટલા બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવી ટાર્ગેટ કરાયો છે.
મુંબઈ પોલીસના સાઇબર સેલે મુંબઈ શહેરના પોલીસ કમિશનર અને મુંબઈ પોલીસનો અપપ્રચાર કરવા બદલ અજાણી વ્યક્તિઓની વિરુદ્ધ બે એફઆઈઆર પણ દાખલ કરી હતી. દેશમુખે જણાવ્યું હતું કે, આ મામલે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર પોલીસની સાઇબર ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરશે.
મુંબઈ સાઇબર પોલીસ વધુ વિગતો મેળવી રહી છે.
આ મામલે મહારાષ્ટ્ર માં ભારે રાજકારણ રમાયું હોવાનું તેઓ એ ઉમેર્યુ હતું અને પોલીસ ને બદનામ કરવામાં આવી હતી.
