કોરોના વાયરસ ને લઈ હાલમાં દેશમાં ગત માર્ચ મહિના થી જ રેગ્યુલર ટ્રેનો બંધ કરી દેવાઈ છે પરંતુ લોકડાઉન બાદ જૂનથી અનલૉક જાહેર થયા પછી રેલવે દ્વારા કેટલાક વિશેષ રૂટ પર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાય છે અને વતન ગયેલા શ્રમિકો પરત આવતા રિટર્ન ટ્રેનો હાઉસફૂલ થઈ ગઈ હતી ત્યારે હવે દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતા જ અમદાવાદ સહિત રાજ્યમાંથી પસાર થતી તમામ ટ્રેનો હાઉસફૂલ થઈ જતા પશ્ચિમ રેલવે અમદાવાદ સહિત ગુજરાતમાંથી પસાર થતી વધુ 36 ટ્રેનો શરૂ કરવાની રેલવે બોર્ડને ભલામણ કરવામાં આવી છે. આ ટ્રેનો માં અમદાવાદથી ઉપડતી તેમજ પસાર થતી 18 ટ્રેનો અને વડોદરા સુરતથી પસાર થતી 18 ટ્રેનો નો સમાવેશ થાય છે. જોકે આ ટ્રેનો ઓક્ટોબરના અંત કે નવેમ્બરના પ્રારંભમાં આ સ્પેશિયલ શરૂ કરાશે. તેમાં પણ અમદાવાદ સહિત રાજ્યમાંથી દક્ષિણ ભારત માટે પણ વિશેષ ટ્રેન શરૂ કરવાની ભલામણ કરાઈ છે. સૌરાષ્ટ્ર માટે પણ પહેલીવાર ટ્રેન શરૂ થઇ શકે છે.
અમદાવાદથી પસાર થનાર ટ્રેનો આ મુજબ છે જેમાંઓખા-મુંબઈ ડેઈલી,
ભાવનગર-આસનસોલ વિકલી,
જામનગર-થીરૂનવેલી બાય વિકલી,
બાંદ્રા-ભાવનગર ટ્રાય વિકલી,
પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા બાય વિકલી,પોરબંદર-હાવડા ટ્રાય વિકલી,
પોરબંદર-મુઝફ્ફરપુર બાય વિકલી,
અમદાવાદ-વેરાવળ ડેઈલી,અમદાવાદ-જમ્મુ તાવી ડેઈલી,
જે પૈકી ગુજરાતમાંથી પસાર થનાર ટ્રેનો માં આ મુજબ ટ્રેન નો સમાવેશ થાય છે જેમાં મુંબઈ-ઇન્દોર ડેઈલી,
વડોદરા-વારાણસી વિકલી,ઉધના-દાનાપુર બાય વિકલી,
સુરત-ભાગલપુર બાય વિકલી,
વલસાડ-પુરી વિકલી,
ઇન્દોર-પૂણે સપ્તાહમાં 5 દિવસ
વલસાડ-હરિદ્વાર વિકલી,
બાંદ્રા-રામનગર વિકલી,
બાંદ્રા-લખનઉ વિકલી,
આમ તહેવારો દરમિયાન મુસાફરો ને આ ટ્રેનો નો લાભ મળશે.
