આપતિ કાળ માં જ્યારે જનતા ભાંગી પડે ત્યારે સરકાર અને એનજીઓ એ આગળ આવી સેવા અને મદદ ની ભાવના રાખવી પડે તેવું આઝાદી કાળ દરમ્યાન ગાંધી બાપુ કહી ગયા હતા પણ આજકાલ આવી ભાવના ક્યાંય જોવા મળતી નથી અને ઉલ્ટા નું જનતા મુસીબત માં હોય ત્યારે ચારેતરફ થી મદદ તો દૂર પણ પ્રજા ને કેમ ખંખેરી લેવી તેવા આઈડિયા સરકાર માટે કામ કરતા સલાહકારો આપતા હોય કોરોના માં પણ જનતા હેરાન પરેશાન છે અને માસ્ક,હેલ્મેટ, ટ્રાફિક અભિયાન ના બહાના હેઠળ લૂંટાયા બાદ સ્કૂલો વાળા એ પણ બાકી રાખ્યું નથી તેમ જનતા જનાર્દન જણાવી રહી છે.
વિગતો મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે સ્વનિર્ભર શાળઓએ ફીમાં 25 ટકાની રાહત આપતો પરિપત્ર જારી કરી ગમેત્યારે ફી ભરવા જણાવ્યું છે કેમકે ખાનગી સ્કૂલોના સંચાલકોએ 31 ઓક્ટોબર સુધીમાં જે વાલી ફી ભરે તેમને જ 25 ટકા રાહત આપવાની શરત મૂકી હતીજેની સામે સરકારના પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ટયૂશન ફીમાં 75 ટકા બાદ આપ્યા પછી વાલી શૈક્ષણિક વર્ષ 2020-21ની ફી દર મહિને હપ્તે કે એક સાથે વર્ષમાં ગમે ત્યારે ભરી શકશે. જો કે, આર્થિક સ્થિતિ ખરાબ હોય તેવા વાલીએ મોંડી ફી ભરવા માગતા હોય તો તેમણે કારણ દર્શાવતી રજૂઆત સ્કૂલમાં કરવાની રહેશે,પણ સ્કૂલ લેઇટ ફી ચાર્જ વસૂલી શકશે નહીં અને કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરી શકશે નહીં. વાલીઓ તેમની અનુકૂળતાએ માસિક કે એક સાથે ફી ભરી શકશે.પરિપત્ર તમામ શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલને લાગુ પડશે
ફી કમિટી દ્વારા સ્કૂલોની વર્ષ 2020-21 માટે નક્કી કરાયેલી ટયૂશન ફીમાં 25 ટકા ફી માફ અને 75 ટકા ફી વાલી પાસેથી વસૂલવાની રહેશે. જે વાલીઓ કોઇ કારણસર કે આર્થિક સ્થિતિને કારણે ફી ભરી શકે તેમ ન હોય તો વર્ષ દરમિયાન ગમે ત્યારે ફી ભરી શકે છે. આવા વાલી પાસેથી કોઇ વધારાની ફી વસૂલવાની રહેશે નહીં. ટયૂશન ફી સિવાયની અન્ય કોઈપણ વૈકલ્પિક પ્રવૃત્તિ કે સુવિધા અંગેની પણ ફી સ્કૂલો વસૂલી શકશે નહીં.ઉલ્લેખનીય છે કે, આ પરિપત્ર તમામ શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલને લાગુ પડશે. તેમજ ચાલુ વર્ષે કોઈપણ પ્રકારનો ફી વધારો કરી શકાશે નહીં. આ ઠરાવ ગુજરાત બોર્ડ, સીબીએસસી તથા ઇન્ટરનેશનલ બોર્ડની સ્કૂલોને પણ લાગુ પડશે.બીજી તરફ એસોસિયેશન ઑફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સના પ્રમુખ મનન ચોક્સી ના જણાવ્યા મુજબ સ્કૂલોએ વાર્ષિક ઇન્ક્રિમેન્ટના 5% જતા કર્યા છે તેથી હવે 25% ફી માફીની વાત છે. આથી સ્કૂલોને 30 % ખોટ જશે. ઉપરાંત વર્ષ 2020-21 માટે ફીમાં 5 % ઇન્ક્રિમેન્ટ તો સરકારના નિયમ પ્રમાણે રહેશે. આવતા વર્ષે 35 % ફીવધારો થઇ શકે છે. આમ આવતા વર્ષે ફી વધારા નું અત્યાર થીજ નક્કી કરી નાખવામાં આવ્યું છે. હજુ તો સ્કૂલો ચાલુ થવાના ઠેકાણા નથી ત્યાં આવતા વર્ષ ની ફી ની પણ સ્કૂલ સંચાલકો સપના જોતા થઈ જતા વાલીઓ માં નારાજગી જોવા મળી રહી છે.
