અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નો માહોલ જામી રહ્યો છે તેવે સમયે ટ્રમ્પ સ્થાનિક અમેરિકન જનતા ને ખુશ કરવા માટે વિઝા કાર્ડ ની રમત રમી રહ્યા છે. કોરોનામાં બેરોજગાર થયેલા અમેરિકનોને કામ મળી રહે તે માટે ટ્રમ્પે અમેરિકાના એચ 1 – બી વિઝા પર પ્રતિબંધ મુકયા બાદ હવે તેના નિયમોમાં ફેરફાર કરી આ નિયમો વધારે કડક બનાવવામાં આવ્યા છે.પરિણામે નવા નિયમોમાં વિશેષ વ્યવસાયની વ્યાખ્યા બદલાઈ છે.
નોંધનીય છે કે H1-Bથી 5 લાખ અમેરિકરનોએ નોકરી ગુમાવ્યાનો તર્ક વ્યક્ત કરાઇ રહ્યો છે.
અમેરિકામાં ચૂંટણી પહેલા ટ્રમ્પે વિઝા કાર્ડ નાંખતા હવે આ નવા નિયમથી ભારતીય પ્રોફેશનલને વધુ નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. કેમકે 70 ટકા H1-B વિઝા ભારતીય પ્રોફેશનલને મળે છે. એચ-1 બી વિઝા નોન-એગ્રીમેન્ટ કે ગેરપ્રવાસી વિઝા છે. અમેરિકાની કંપનીઓ અન્ય દેશના ટેક્નિકલ એક્સપર્ટ્સને હાયર કરે છે, જે બાદ આ કંપનીઓ સરકાર સમક્ષ હાયર કરવામાં આવેલા એમ્પ્લોયીઝ માટે એચ-1બી વિઝાની માગ કરે છે. મોટા ભાગના કર્મચારી ભારત કે ચીનના હોય છે. જો કોઈ એચ-1 બી વિઝાધારકની કંપનીએ તેની સાથેનો કોન્ટ્રેક્ટ સમાપ્ત કરી લીધો છે, તો વિઝા સ્ટેટસ યથાવત્ રાખવા માટે તેને 60 દિવસોમાં નવી કંપનીમાં જોબ મેળવવી જરૂરી છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઈએસ) મુજબ એચ-1 બી વિઝાથી સૌથી વધુ ફાયદો ભારતીય નાગરિકોને જ થાય છે ત્યારે ટ્રમ્પ ના આ મુદ્દા થી ભારતીયો ને નુકશાન થશે જોકે, તેનો સીધો ફાયદો ત્યાંના મૂળ નિવાસીઓ ને જરૂર થશે.
