ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને પક્ષપલટુ કરનાર કોંગીઓની ટિકિટ ફાઇનલ કરવા મુદ્દે કોકડું ગૂંચવાયેલું છે. ત્રણ બેઠક માટે કોંગીઓની ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે. જ્યારે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં આ મુદ્દે ખાસ્સી નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક આગેવાનો કે પાયાના કાર્યકરોને ટિકિટ મળે તેવી માંગ વચ્ચે ઉમેદવારીની પંસદગી મામલે ભાજપ સંગઠન માટે આ વખતે બરાબર નું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે.જોકે આઠેય બેઠક માટે નામ નક્કી થઈ ચૂક્યા છે પણ હજુ સતાવાર જાહેરાત બાકી છે.જેમાં હાલ ચર્ચાતા નામો આ મુજબ છે જેમાં લીંમડી બેઠક માટે કિરીટસિંહ રાણા,ડાંગ માટે વિજયપટેલ, જ્યારે
અબડાસા માટે પ્રદ્યુમનસિંહ જાડેજા,
ધારી બેઠક માટે જે.વી.કાકડિયા, મોરબી માટે બ્રિજેશ મેરજા,ગઢડા માટે
આત્મારામ પરમાર,કરજણ માટે અક્ષય પટેલ અને કપરાડા બેઠક માટે
જીતુ ચૌધરી ના નામો ફાઇનલ હોવાનું સૂત્રો નું કહેવું છે.
ચુંટણીઓ આગામી તા.3 નવેમ્બરે યોજાશે જેમાં 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 19 ઓક્ટોબર ફોર્મ ખેચવાની છેલ્લી તારીખ છે. 3 નવેમ્બરે 8 બેઠકો માટે મતદાન યોજાશે. 10 તારીખે જાહેર થશે 8 બેઠકોનું પરિણામ જાહેર થશે. અબડાસા, લીબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, કપરાડા બેઠક પર મતદાન યોજાશે. આમ ગુજરાત માં ચુંટણીઓ નો માહોલ જામતો જાય છે.
