કોરોના ની મહામારી વચ્ચે નવરાત્રી અને દિવાળી પર્વ ની અસર હવે બજારો માં જોવા મળી રહી છે ત્યારે આજે અઠવાડિયાના ચોથા વેપારના દિવસે ગુરુવારે શેરબજારમાં સતત વૃદ્ધિ નો માહોલ જળવાયેલો રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 40201.08 ના સ્તરે 322.13 પોઇન્ટ એટલે કે 0.81 ટકાથી શરૂ થયો. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.77 ટકા એટલે કે 90.85 પોઇન્ટના વધારા સાથે 11829.70 પર ખુલ્યો હતો.
આજે ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને ઈન્ફોસિસના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. રિલાયન્સ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો, નેસ્લે ઇન્ડિયા અને અદાણી પોર્ટ લાલ નિશાનથી શરૂ થયા હતા, સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરવામાં આવે તો આજે બધા સેક્ટર વધારા સાથે ખુલ્યા છે. તેમાં આઇટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા, પીએસયુ બેંકો, રિયલ્ટી, ફાઇનાન્સ સર્વિસીસ, મેટલ, ઓટો, બેંકો અને ખાનગી બેંકોનો સમાવેશ થાય છે આમ શેર બજાર માં દિવાળી ની અસર જોવા મળી રહી છે અને નવીજ ઉચ્ચાઈઓ જોવા મળી રહી છે અને બજાર માં થોડી તેજીનો સંચાર થતા વેપારીઓ માં પણ આશા બંધાઈ છે.
