ભારતીય વાયુસેના દ્વારા આજે 8 ઓક્ટોબર ના રોજ ગુરુવારે 88મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. દેશ ના ગાઝિયાબાદના હિંડન એરબેઝ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ દેશને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન રાફેલ ફાઇટર એરક્રાફ્ટે કરતબો બતાવી હતી, રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉપરાંત સુખોઈ, મિગ, ગ્લોબમાસ્ટર, અપાચે, ચિનૂક હેલિકોપ્ટરએ પણ આકાશમાં પોતાની તાકાત બતાવી હતી. આ વખતે ફ્લાય પાસ્ટમાં કુલ 56 વિમાનો આકાશ માં છવાયાહતા, જેમાં લડાકુ અને અન્ય વિમાન-હેલિકોપ્ટર સામેલ રહ્યા. આ સિવાય સૂર્યકિરણ અને સારંગ ટીમે પણ પોતાની તાકાત બતાવી હતી. આ પ્રસંગે એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ દેશ ને સુરક્ષાની ખાતરી આપવા સાથે દેશ હર મોરચે દુશ્મનો સામે દેશ ની રક્ષા કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં એરફોર્સના ચીફ આર.કે.એસ. ભદોરિયાએ પાકિસ્તાન સામે બાલાકોટમાં એરસ્ટ્રાઇકમાં મહત્વની ભૂમિકા નિભાવનાર જવાનો નું સન્માન કર્યુ હતું.
