ગુજરાત માં વિધાનસભા પેટાચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા સ્ટાર પ્રચારકોની સંખ્યા ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોને 40ને બદલે 30 અને બિનમાન્ય રાજકીય પક્ષો 20ને બદલે 15 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવા સ્પષ્ટતા કરી છે. ગુજરાત માં આવી રહેલી
વિધાનસભાની અબડાસા, મોરબી, લીંબડી, ગઢડા, ધારી, ડાંગ, કરજણ, કપરાડા એમ 8 બેઠકની ચૂંટણીમાં કોરોનાની સ્થિતિને કારણે ચૂંટણી પંચે પ્રચારકોની સંખ્યા ઉપર મર્યાદાઓ નકકી કરી છે.
ગુજરાતની પેટાચૂંટણી ત્રિપાખીયો જંગ ખેલાશે અને કેટલીક જગ્યાએ અસંતોષ પણ હોય આ ચૂંટણી માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. એવામાં સ્ટાર પ્રચારકો પ્રચાર કરવા માટે આવે તેના 48 કલાક પહેલા જેતે કલેક્ટરને રાજકીય પક્ષોએ જાણ કરીને મંજૂરી લેવાની રહેશે. સુરક્ષા સહિતની બાબતોની ચકાસણી થઇ શકે તેટલા માટે 48 કલાક પહેલાં જાણ કરવાની ચૂંટણી પંચે સમય મર્યાદા નક્કી કરતા હવે વહીવટી વિભાગ પણ સક્રિય થયું છે.
