જયપુરઃ રાજસ્થાનના કરોલી જિલ્લામાં બૂકના ગામમાં મંદિરની જમીનને લઇને બે પક્ષો વચ્ચે થયેલા વિવાદમાં પૂજારીને પેટ્રોલ છાંટીને જીવતો સગળાવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં પુજારીની સારવાર દરમિયાન મોત થઇ ગઇ. પોલીસે પુજારી પર પેટ્રોલ છાંટનાર મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ કરી લીધી છે.
પોલીસ અધિકાર મૃદુલ ક્છવાએ જણાવ્યુ કે, આરોપીની ધરપકડ કરાઇ છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. આગથી ગંભીર રીતે દાઝેલા પુજારીની જયપુરના એસએમએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત થઇ ગઇ. પોલીસે જણાવ્યુ કે, મૃતક પુજારી બાબૂલાલ વૈષ્ણવે મરણોત્તર નિવેદનમાં કહ્યુકે, મારો પરિવાર 15 વીધા મંદિર માફી જમની પર ખેતી કરે છે. આરોપી કૈલાશ. શંકર અને નમો મીણાએ તેમની જમીન પર જબરદસ્તી કબજો કરી લીધો. ગામના સરપંચે મંદિરની જમીન પર કોઇ વ્યકિત દ્વારા પુજારી સિવાય અન્ય કોઇને પણ મકાઇ વગેરે ન બનાવવા આદેશ કર્યો હતો.
હવે આ ઘટનાને રાજકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યુ છે. ભાજપે મંદિરના પુજારીને જીવતા સળગાવી દેવાના મુદ્દે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે.. અને કહ્યુ છે કે, રાજ્યમાં ગુનાખોરી વધી રહી છે. કાયદાનો ડર હવે ગુનેગારોને રહ્યો નથી. લોકો ડરેલા છે અને ક્યાં સુધી કોંગ્રેસના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ગુનેગારોના મસીહા બનીને ફરતા રહેશે. પૂજારીને જીવતા સળગાવી દેવાની ઘટના અપરાધીઓની વધેલી હિંમતનુ પ્રમાણ છે.પૂર્વ સીએમ વસુંધરા રાજેએ કહ્યુ હતુ કે, આ ઘટનાની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. દરમિયાન કોંગ્રેસના પૂર્વ મંત્રી રમેશ મીણાનુ કહેવુ છે કે, મુખ્ય આરોપી પકડાઈ ગયો છે.બાકી આરોપીઓને જલદી પકડી લેવામાં આવશે.