નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના વડા મોહન ભાગવતે કહ્યુ કે, ભારતીય મુસલમાનો દુનિયામાં સૌથી વધુ સંતુષ્ટ છે કોઇ પણ પ્રકારના અલગાવવાદ માત્ર એવા લોકો દ્વારા ફેલાવવામાં આવે છે, જેમનો વ્યક્તિગત સ્વાર્થ સમાયેલા હોય. એક ઇન્ટરવ્યૂહમાં સંઘ વડાએ કહ્યુ કે, જ્યારે ભારતીયતાની વાત આવે છે તો તમામ ધર્મોના લોકો એક સાથે ઉભા થઇ જાય છે. મેવાડના રાજા મહારાણા પ્રતાપની સેનામાં ઘણા મુસ્લિમ મુઘલ શાસક અકબર વિરુદ્ધ લડ્યા હતા.
ભાગવતે કહ્યુ કે, ભારતની એ પરંપરા રહી છે કે જ્યારે દેશની સંસ્કૃત પર હુમલા થયા છે, તો તમામ ધર્મોના લોકો એકજૂથ થઇ જાય છે. ભાગવતે એ વાત પણ આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે, શુ દુનિયામાં કોઇ બીજુ ઉદાહરણ છે, જ્યાં લોકો પર શાસન કરનાર કોઇ વિદેશી ધર્મનું અસ્તિત્વ વર્તમાનમાં બચ્યુ હોય. તેમણે કહ્યુ કે, એવું ક્યાં નથી. આવુ માત્ર ભારતમાં જ છે. ભારતથી વિપરિત પાકિસ્તાનમાં અન્ય ધર્મના લોકોને અધિકારો જ નથી મળતા.
ભાગવતે કહ્યુ કે, પાકિસ્તાનની રચના મુસલમાનોની માટે અલગ દેશ તરીકે થઇ હતી. આપણું સંવિધાન એ નથી કહેતુ કે માત્ર હિન્દુ રહી શકે છે અથવા જો તમારે અહીંયા રહેવુ છે, હિન્દુઓની શ્રેષ્ઠતા સ્વીકાર કરવી પડશે. આ આપણા દેશની પ્રકૃતિ છે. આ અંતર્નિહિત સ્વભાવ જ હિન્દુ કહેવાય છે. હિન્દુને એ વાતથી કોઇ લેતી-દેતી નથી કે કોન કોની પૂજા કરે છે. ધર્મ જોડનાર, આગળ વધારનાર અને તમામને એક સુત્રમાં પરોવનાર હોવો જોઇએ.