ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આમતો નામો લગભગ નક્કી છે પરંતુ સત્તાવાર રીતે પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક બાદ નિર્ણય અને ચર્ચા બાદ લેવાનાર હોય ભાજપના ઉમેદવારોની યાદી લઇને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દિલ્હી પહોંચ્યા છે,પણ નવાઈ ની વાત તો એછે કે કેટલાક ઉમેદવારો એ જાતેજ પ્રેસ સમક્ષ નામો જાહેર કરી દીધા છે.
ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાત ની 8 બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવનાર છે. જોકે બીજી તરફ દિલ્હીમાં ગતરોજ સાંજે વિધાનસભા ચૂંટણીઓમાં ઉમેદવારોના નામો નક્કી કરવા રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતની ઉપસ્થિતિમાં ગુજરાતમાં પેટા ચૂંટણી આઠ બેઠકો માટે ઉમેદવારોના નામોે પર ચર્ચા વિચારણા થઈ હતી, પાટિલ તો હજુ દિલ્હી માં જ છે ત્યાંજ ગુજરાતમાં શનિવારે દિવસભર એક પછી એક એમ કોંગ્રેસ ને બાયબાય કરીને ભાજપમાં આવેલા ત્રણ પૂર્વ ધારાસભ્યોએ પેટા ચૂંટણીમાં કમળના મેન્ડેટ સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખો મીડિયા સમક્ષ જાહેર કરી હતી. કપરાડા બેઠક ઉપર જીતુ ચૌધરીએ ૧૨ ઓક્ટોબરને સોમવારે, અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ ૧૩ ઓક્ટોબરને મંગળવારે જ્યારે ધારી વિધાનસભા મતક્ષેત્ર માટે જે.વી.કાકડિયાએ ૧૫ ઓક્ટોબરને ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું જાહેર કર્યું હતુ. આમ ચૂંટણી અગાઉ નો માહોલ ભારે ગરમાયો છે.
