શાળા-કોલેજ થી છૂટ્યા બાદ બાળકો અને યુવાનો ટ્યૂશન સહિત અન્ય કંઈ કેટલાય કલાસ માં જતા હોય રાત સુધી બાળક ઘરે આવતું ન હતું અને શાળા અને કોલેજ બાદ કલાસ માં જ મોટાભાગ નો સમય પૂરો થતો હતો અને વિવિધ કલાસ માં ફિ ના જુદાજુદા ધારા ધોરણો રહેતા હતા પણ હાલ માં કોરોના ની સ્થિતિ માં શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ જતા આ ધંધા સાથે સંકળાયેલા બિઝનેસ મેન એટલે કે ખાનગી ટ્યૂશન ક્લાસીસ સંચાલકો અને ખાનગી શિક્ષકો નું કામ બંધ થઈ જતા આવક બંધ થઈ ગઈ છે અને હજ્જારો ની સંખ્યા માં ટ્યૂશન સહિત ના સેંકડો ક્લાસીસ બંધ થઈ જતા આ ધંધા સાથે જોડાયેલા વેપારીઓ દ્વારા પોતાને યોગ્ય ન્યાય મળે એ હેતુથી અમદાવાદ અને વડોદરામાં મૌન રેલી યોજવામાં આવનાર છે. કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકો અને તેની સાથે સંકળાયેલા શિક્ષકો તેમજ આ બધાના પરિવારજનો પર આવી પડેલી આપત્તિ અને આર્થિક કટોકટી તરફ સરકાર પ્રશાસન અને વહિવટી તંત્રનું ધ્યાન દોરવા રેલીનું આયોજન કરાયું હોવાની વિગતો જાણવા મળી રહી છે.
