હાલ માં મગફળી નો મબલક પાક ઉતર્યો હોવા છતાં વેપારીઓ દ્વારા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો કરી દેવાતા પ્રજા મોંઘવારી નો માર સહન કરી રહી છે. હાલ માં સિંગતેલમાં છેલ્લા 2 દિવસમાં જ રૂ.70નો વધારો થયો છે, જ્યારે કપાસિયા તેલમાં 2 દિવસમાં રૂ. 50નો વધારો થયો છે. આમ હાલ સિંગતેલનો ભાવ રૂ.2150 પર પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલનો ભાવ રૂ.1565 પર પહોંચ્યો છે. હાલ બજારમાં તેલની માગ ન હોવા છતાં ભાવ વધવાને કારણે સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. જોકે બજાર ના સૂત્રો નું માનીએ તો તેઓ ના મતે
હાલ બજારમાં ભેજવાળી મગફળી આવતા કાચામાલની તંગી સર્જાઈ છે. અને તેને કારણે ભાવ વધ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જો કે, ગુજરાતમાં મગફળીની ખુબજ આવક થઈ છે. અને માર્કેટયાર્ડમાં ખેડૂતો મગફળી લઈને આવી રહ્યા છે. જેથી આગામી સમયમાં તેલનાં તોતિંગ ભાવોથી રાહત મળે તેવી માંગ ઉઠવા પામી છે.
