વડોદરા ની મુલાકાત દરમ્યાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી ને સરકાર ને ગુજરાત માંથી દારૂબંધી હટાવાની માંગ દોહરવી હતી અને સાથે સાથે ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવી ગરબા ઉપર નહિ પણ રાજકીય ચૂંટણીઓના ગરબા ઉપર પ્રતિબંધ ની માંગ કરી હતી તેઓ એ રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ કેમ ન મુકાયો તે અંગે સવાલો ઉઠાવ્યા હતા.
રાજ્યમાં આગામી પેટા ચૂંટણીઓ ના માહોલ વચ્ચે શંકરસિંહ વાઘેલા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ સંબોધી સરકારની નીતિઓ સામે પ્રહારો કર્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત રાજ્યમાં ફરી એક વખત દારૂબંધી હઠાવવા વાત કરી હતી અને નિવેદન આપતાં કહ્યું કે ગુજરાતમાંથી દારૂબંધી દૂર થવી જોઈએ. ગુજરાતમાં હપ્તા રાજ ચાલી રહ્યું છે. જે દારૂબંધી હટશે તો દૂર થશે જેથી વિધાનસભામાં કાયદો સુધારી દારૂબંધી દારૂબંધી દૂર કરવાની પણ વાત કરી હાલ માં ગુજરાતમાં દર એક કિલોમીટરના વિસ્તાર માં દારૂ મળી રહ્યો છે તેવા સમયે દારૂબંધી માત્ર નામની હોવાનું જણાવી તેને હઠાવવા માંગ કરી હતી.
શંકરસિંહ વાઘેલાએ નવરાત્રીમાં ગરબા પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નવરાત્રીના ગરબાની સાથેસાથે રાજકીય ચૂંટણીઓના ગરબા પર પણ પ્રતિબંધ મુકવા જોઈએ. પેટા ચૂંટણીમાં સત્તા રેલી પર રોક લગાવી જોઈએ. આમ દારૂબંધી અને નેતાઓ ની રેલીઓ ઉપર તેઓ એ કટાક્ષ કર્યો હતો.
