વલસાડ માં વિવિધ જીવો ને બચાવનાર અને કંઈ કેટલાય સાપ નું રેસ્ક્યુ કરનાર યુવાન નું સાપે ડંખ મારતા કરૂણ મોત થયું હતું. કલ્યાણબાગ સામે બરફ વેચતો અને તરીયાવાડમાં રહેતો 25 વર્ષીય ગૌરાંગ કાંતિભાઈ પટેલ જીવદયા પ્રેમી હતો અને અવારનવાર જીવો ને બચાવતો હોય ગુંદલાવમાં સાપ ને રેસ્ક્યુ કરવાનો મેસેજ મળતા જ પહોંચી ગયો હતો જ્યાં ગૌરંગે રસલ વાઈપર સાપને પકડી લીધો હતો અને બરણીમાં પૂરીને ધરમપુરના જંગલમાં સાપને બરણી માંથી સાપ ને બહાર કાઢતી વખતે અચાનક બહાર આવીને રસલ વાઈપર સાપે ગૌરાંગને ડંખ મારી દીધો હતો પરિણામે તેની સાથે રહેલા તેના મિત્રએ ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ ગૌરાંગને સાપનું ઝેર શરીરમાં પ્રસરી જતા ગૌરાંગના ફેફસા અને લીવર ડેમેજ થયા હતા અને સ્થિતિ ગંભીર બનતા તેને ધરમપુરની હોસ્પિટલમાંથી વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં શનિવારે રાત્રે ગૌરાંગનુ મૃત્યુ થતા જીવદયા પ્રેમીઓ માં આઘાત ની લાગણી ફેલાઇ હતી. ગૌરાંગ એનિમલ પ્રેમી હોવાથી લોકો સાપ દેખાતા જ ગૌરાંગનો સંપર્ક કરતા હતા , ગૌરંગે અત્યાર સુધીમાં ઘણા સાપોનું રેસ્ક્યુ કરીને ધરમપુરના જંગલમાં મુક્ત કર્યા હતા પરંતુ થોડું ધ્યાન હઠતા જ જિંદગી છીનવાઇ જતા મૃતક ના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું.
