અમદાવાદઃ ગુજરાતમાં કોરો વાયરસનું ટેસ્ટિંગ ઘટવાની સાથે-સાથે નવા પોઝિટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. ગુજરાતમાં લગભગ બે મહિના બાદ સતત બીજા દિવસે 1200થી ઓછા નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1169 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 1442 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનના કારણે કુલ 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3577 પર પહોંચી ગયો છે. તો હાલમાં 78 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 13,3752 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 50,979 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 50,63,684 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,88,806 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,88,407 લોકોને હોમ ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. તો 399 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિ
- કુલ પોઝિટિવ કેસઃ 1,52,765
- કુલ એક્ટિવ કેસઃ 15,436
- કુલ મૃત્યુઆંકઃ 3577
- સાજા થયેલા દર્દીઓઃ 1,33,752
- આજે થયેલા કોરોના ટેસ્ટઃ 50,979
- કુલ કોરોના ટેસ્ટઃ 50,63,684
- ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 5,88,806
ગુજરાતમાં 15 ઓક્ટોબરથી વિવિધ અભ્યારણ્યો પણ ખુલશે
કોરોના કાળમાં અનલોક-5 બાદ છુટછાટમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આગામી 15 ઓક્ટોબરથી રાજ્યમા વિવિધ અભ્યારણ્યો પણ ખુલશે. ગીર સેન્ચ્યુરી ,સફારી પાર્ક ખોલવામાં આવશે. જોકે, મુલાકાતીઓએ કોવિડ-19ની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવુ પડશે. અગાઉ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડસે.પાર્કમાં ગણતરીના જ લોકોને પ્રવેશ આપવામાં આવશે.