વલસાડ શહેરમાં સારા અધિકારીઓ ની ટીમ સતત વલસાડ ના ડેવલપ માટે રાત દિવસ મહેનત માં લાગી છે અને પ્રથમવાર કલ્યાણબાગ સામેના રિઝર્વ પાર્કિંગ પ્લોટ ખુલ્લો કરી કડક કાર્યવાહી ની ચેતવણી આપી દીધી છે ત્યારે હવે મુખ્ય રસ્તાના રોડ માર્જિનના દબાણો દૂર કરવા માંગ ઉઠી છે. નગરપાલિકા ના સભ્યોએ આ મુદ્દે સ્થળ તપાસ કરવાની માગ કરી હતી. વિપક્ષના સભ્યો ગીરીશ દેસાઇ, ઝાકીર પઠાણ, રાજૂભાઇ મરચાં, સોનલ પટેલ, નિતેશવશી વિગેરે એ ગતરોજ સોમવારે કલેકટર આર.આર.રાવલને રોડ માર્જિનના દબાણો હટાવવાના મુદ્દે રજુઆત કરી હતી.
આ સિવાય વલસાડના ધરમપુર રોડ અને બેચર રોડ 18.5 મીટરની પહોળાઇનો છે.અહીં દબાણો વધતા ટ્રાફિક સમસ્યા અને અકસ્માતનો ભય રહે છે.2018માં રોડના વાઇડનિંગ વખતે પણ રજૂઆતો કરાઇ હતી.હવે કલેકટરે માર્જિનના દબાણ દૂર કરવા તાકીદ કર્યા બાદ હવે બેચર રોડ,ધરમપુર રોડ પરથી પણ ગેરકાયદે દબાણો દૂર કરવા માગ થતા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં પણ સર્વે ની કામગીરી થશે અને આગામી સમય માં શહેર ના અન્ય વિસ્તાર સાથે અહીં પણ દબાણો દૂર થશે.
