અમેરિકાની પ્રખ્યાત જોન્સન એન્ડ જોન્સન કંપનીને કોરોના વાયરસની વેક્સીનની ત્રીજા તબક્કાની ટ્રાયલ રોકવી પડી છે. ટ્રાયલમાં શામેલ એક વોલિયેન્ટરમાં કેટલીક અજાણી બિમારી દેખાયા બાદ ટ્રાયલ રોકવાનો નિર્ણય લેવાયો છે. કંપનીની કોશીશ હતી કે ટ્રાયલમાં લગભગ 60 હજાર વોલિયેન્ટર્સ શામેલ કરવામાં આવે. નોંધનિય છે કે, કંપનીનો દાવો છે કે, તેની વેક્સીનની માત્ર એક ડોઝ જ કોરોના વાયરસ પર અસરકારક સાબિત થઇ શકે છે.
અજાણી બિમારી દેખાતા રોક્યુ ટ્રાયલ
કંપનીએ એક નિવેદન જારી કરીને આ માહિતી છે. જેમાં જણાવ્યુ કે, એક વોલિયેન્ટરમાં કેટલીક અજાણી બિમારીઓ દેખતા અમને હાલ પોતાની કોવિડ-વેકસીન કેન્ડિડેટનું ક્લિનિકલ ટ્રાયલ અટકાવી દીધુ છે. જેમાં ENSEMBLE ટ્રાયલનો ત્રીજો તબ્કકો શામેલ છે. આ અવરોધની તપાસ કરવા માટે એક સ્વતંત્ર દર્દી સુરક્ષા સમિતિ બનાવાઇ છે. તેની સાથે જ કંપની સ્ટડીમાં 60 હજાર લોકોને સામેલ કરવા માટે ઓનલાઇન એનરોલમેન્ટ પણ બંધ કરાયુ છે.
કંપનીનું કહેવુ છે કે ગંભીર પ્રતિકુળ ઇવેસ્ટ સર્જાવી કોઇ પણ, ખાસ કરીને મોટી ક્લિનિકલ સ્ટડીમાં અપેક્ષિત હોય છે. તેની ગાઇડલાન્સને પગલે ટ્રાયલ રોકવામાં આવી છે. આ વેક્સીનનું ટ્રાયલ અમેરિકા ઉપરાંત દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટીના, બ્રાઝિલ, ચિલી, કોલંબિયા, મેક્સિકો અને પેરુમાં પણ થઇ રહ્યુ છે.
શું છે આ વેક્સીનની ખાસીયત
નિષ્ણાંતોનું કહેવુ છે કે, ભલે કંપનીની વેક્સીન અન્ય પ્રતિસ્પર્ધકો કરતા પાછળ હોય, તેના બીજા ફાયદાઓ પણ હોઇ શકે છે. સૌથી મોટો ફાયદો એ છે કે, તેને શૂન્ય તાપમાનમાં સંગ્રહ કરવાની જરૂર નથી. તેના બે નહીં, માત્ર એક ડોઝ આપવાથી ઇમ્યુનિટી વિકસીત થઇ શકે છે. આ વેક્સીન adenovirus માં કોરોના વેક્સીનના સ્પાઇક પ્રોટીનનું જીન માણસની શરીરની અંદર પહોંચે છે.