નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે LTC (લીવ ટ્રાવેલ કન્સેશન) કેશ વાઉચર સ્કીમની જાહેરાત કરી છે. આ પાછળ સરકારની વિચારણા કોરોનાથી પીડિત અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવા માટે ગ્રાહક માંગને પ્રોત્સાહન આપવાની છે. આ યોજનાની સફળતા માટે સરકાર ખાનગી ક્ષેત્રની ભાગીદારી પર નિર્ભર કરે છે. આવા પ્રકારની મોટાભાગની યોજનાની જેમ આ યોજના પણ સરકારી કર્મચારીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સરકાર અપેક્ષા રાખી રહી છે કે, ખાનગી કંપનીઓ પણ આવું અનુકરણ કરે.
ખાનગી ક્ષેત્રમાં લીવ ઇનકેશમેન્ટની સાથે એલટીએનો નિયમ નથી. સરકારી કર્મચારીઓની માટે આ એક ભેટ છે કારણ કે પ્રવાસ કર્યા વગર એલટીસીનો ક્લેઇમ કરી શકાય નહીં. તેનાથી ઉલટુ ખાનગી ક્ષેત્રમાં તમે ટેક્સ આપીને એલટીએનો ક્લેઇમ કરી શકો છે. તે સીટીસીનો એક ભાગ છે.
એલટીએની તુલનાએ ત્રણો ગણો કરવો પડશે ખર્ચ
માની લો કે, ચાલુ નાણાં નાણાકીય વર્ષની માટે તમારુ એલટીએ 1 લાક રૂપિયા છે. કરમૂક્ત ભત્તાનો દાવો કરવા માટે તમારે પ્રવાસની ટિકિટ દેખાડવી પડશે અથવા તેની ઉપર 30 હજાર રૂપિયાનો ટેક્સ ચૂકવો. હવે સરકાર તમને એવી તક આપી રહી છે કે, તમે ગોવા કે કેરળનો પ્રવાસ કર્યા વગર 30 હજાર રૂપિયા બચાવી શકો છે. પરંતુ તેની માટે તમારે 3 લાખ રૂપિયાની ખરીદી કરવી પડશે. તેનાથી તમારે એવો માલસામાન ખરીદવો પડશે જેની ઉપર જીએસટી રેટ 12 ટકા કરતા ઉંચો હોય. તેમાં કાર, લેપટોપ, ટીવી સેટ, ફ્રિજ અને સ્માર્ટફોન વગેરે શામેલ છે. તમે ટર્મ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ અને અહીંયા સુધી કે યૂલિપ્સ પણ ખરીદી શકો છે, પણ શરત એ કે તેની પરનો જીએસટી રેટ 18 ટકા હોય.
PwC Indiaના સીનિયર ટેક્સ પાર્ટનર રાહુલ ગર્ગે કહ્યુ કે, પ્રાઇવેટ સેક્ટરની માટે એલટીસી લગભગ એક મહિનાની બેઝિક સેલેરી જેટલો હોય છે અને તેની ઉપર ટેસ બચાવવા માટે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓએ તેનાથી ત્રણ ગણો વધારો ખર્ચ કરવો પડશે. તેનાથી એવા લોકોને ફાયદો થશે જેની પાસે વધારે રૂપિયા છે અને જેઓ ચીજો ખરીદવાની ઇચ્છા ધરાવે છે. પરંતુ અનિશ્ચિતતાના હાલના માહોલમાં અન્ય લોકો માટે આવું કરવું મુશ્કેલ બનશે.