ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયુ છે અને કપરાડા બેઠક ઉપર જીતુ ચૌધરી એ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યા બાદ આજે ભાજપના અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જે. વી. કાકડિયા અને કરજણના ઉમેદવાર અક્ષય પટેલ ઉમેદવારીપત્ર ભરનાર હોવાનું જાણવા મળ્યું છે.
અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા ફોર્મ ભરવા જતાં પહેલાં વિશ્વ વિશ્વાસ સંમેલન યોજી સમર્થકો નો ઉત્સાહ વધારશે.
ભાજપ દ્વારા પદ્ધતિસર ચૂંટણી નું કાઉન્ટ ડાઉન ખેલાઈ રહ્યું છે અને પ્રચાર થાય તે રીતે આયોજનો સાથે ફોર્મ ભરવાની કવાયત ચાલુ છે, બીજી તરફ લીમડી બેઠક નું કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે જેમાં ક્ષત્રિય ઉમેદવાર કે કોળી ઉમેદવાર ને ટિકિટ આપવી તે મુદ્દે હજુ નિવેડો આવ્યો નથી ત્યારે પક્ષ કરતા અહીં જાતિવાદી સમીકરણો વધુ જણાઈ રહ્યા નું સપાટી ઉપર આવી રહ્યું છે.
