મુંબઇઃ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઇ)એ પોતાની સપ્ટેમ્બર મહિનાની રિપોર્ટમાં પાક વર્ષ 2019-20 (ઓક્ટબોર – સપ્ટેમ્બર)માં દેશમાં કપાસનો ઉત્પાદન અંદાજ 360 લાખ ગાંસડી અંદાજ્યો છે. જ્યારે અગાઉ તે અંદાજ 354.50 લાખ ગાંસડી ( પ્રતિ ગાંસડી 170 કિગ્રા) હતો. નોંધનિય છે કે, નવું કોટન वर्ष 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. તેનું ઉત્પાદન વર્ષ 2018-19માં 312 લાખ ગાંસડી હતુ.
સીએઆઇના મતે ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી કોટનની કૂલ સપ્લાય 407.50 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જ્યારે ઓપનિંગ સ્ટોક 32 લાખ ગાંસડી હતુ. દેશમાં આ સીઝનમાં કોટનની આયાતનો અંદાજ 15.50 લાખ ગાંસડી મુકાયો છે. ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020માં કૂલ ઘરેલુ સપ્લાય 250 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. સીએઆઇ ના મતે કોટનની નિકાસ 50 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. જ્યારે સીઝનના અંતમાં કેરી ઓવર સ્ટોક 107.50 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.
સીએઆઇ એ આ સીઝનમાં ઉત્તર ઝોનમાં કોટનનું ઉત્પાદન 63 લાખ ગાંસડી અંદાજ્યો છે આ ઝોનમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાન શામેલ છે. મધ્યઝોનમાં કોટન ઉત્પાદનનો અંદાજ 200 લાખ ગાંસડી મૂકવામાં આવ્યો છે. મધ્યઝોનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ શામેલ છે. દક્ષિણ ઝોનમાં કોટનનું ઉત્પાદન 92.25 લાખ ગાંસડી રહેશે. આ ઝોનમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ શામેલ છે. ઓરિસ્સામાં 3.75 લાખ ગાંસડી તેમજ અન્યત્ર એક લાખ ગાંસડી કોટનનું ઉત્પાદન થશે.