નવી દિલ્હી : લોન મોરેટોરિયમની મુદ્દત 31 ઓગસ્ટે સમાપ્ત થઇ ગઇ છે. કેટલાંક લોનધારકોએ આ સુવિધાનો લાભ મેળવ્યો છે. જોકે હાલ એવા અહેવાલો આવી રહ્યા છે કે, RBIની માર્ગદર્શિકા હોવા છતાં મોરેટોરિયમનો લાભ લીધા બાદ ઘણા લોન લેનારાઓના ક્રેડિટ સ્કોરમાં ઘટાડો થયો છે. આ અંગે સિબિલના પ્રવક્તાએ જણાવ્યું કે, મોટાભાગની નાણાંકીય સંસ્થાઓ ક્રેડિટ બ્યુરોને રિપોર્ટ કરતી વખતે મેરેટોરિયમની સુવિધા લેનાર ગ્રાહકોનો ઉલ્લેખ કરતા નથી, જેના કારણે ક્રેડિટ બ્યુરોઝ જાણતા નથી કે કયા ગ્રાહકોએ મોરેટોરિયમનો લાભ લીધો છે અને કોણે નહીં.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ મેરેટોરિયમની સુવિધા આપી વખતે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન ચુકવણી ન કરનાર લોન લેનારના ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં પડે. મોરેટોરિયમ દરમિયાન લોન ન ચૂકવવું એ ડિફોલ્ટ (Default) મનાશે નહીં અને લોન આપનાર આ અંગેનો કોમપણ રિપોર્ટ કોઈપણ ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓ (CIC)ને આપશે નહીં.
જો તમે સમયસર ચૂકવણી કરી છે અથવા મોરેટોરિયમની સુવિધા લીધી છે અને તેમ છતાં તમારો ક્રેડિટ સ્કોર ઘટાડાયો છે તો તેને સુધારી શકાય છે. સીઆરઆઇએફ હાઈ માર્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ (સીઇઓ) નવીન ચંદાનીએ જણાવ્યું કે, રિપોર્ટમાં ભૂલ હોવાનું જાણ્યા બાદસ રિપોર્ટ આઈડી સાથે અમને ઇમેઇલ કરો. ઇમેઇલ સબજેક્ટમાં રેફરન્સ નંબરનો ઉલ્લેખ ખાસ કરવો. ત્યારબાદ નીચે ભૂલનો ઉલ્લેખ કરો. ઉદાહરણ તરીકે ક્રેડિટ રિપોર્ટમાં એકાઉન્ટનો સીરીયલ નંબર, જે બાબત પર વિવાદ છે તે એકાઉન્ટ અંગેની માહિતી, તમારો સંપર્ક નંબર અને નામ દાખલ કરો. મોટાભાગના વિવાદોનું સમાધાન બે અઠવાડિયામાં થાય છે, પરંતુ કેટલાક કેસોનો ઉકેલ લાવવામાં 30 દિવસનો સમય લાગી શકે છે. તમામ ક્રેડિટ બ્યુરોને ઓનલાઇન ફરિયાદો મોકલી શકાય છે.
આસ્કક્રેડના સ્થાપક અને સીઈઓ આરતી ખન્નાએ જણાવ્યું કે, જો રિપોર્ટમાં કોઈ અનિયમિતતા જોવા મળે તો બેંક અને સંબંધિત બ્યુરોનો સંપર્ક કરો. ફરિયાદ મળ્યા બાદ બ્યુરો લોન આપનારનો સંપર્ક કરે છે, ત્યારબાદ સંબંધિત નાણાકીય સંસ્થા અથવા બેંક કેસની તપાસ કરે છે. તપાસ બાદ મળેલા તથ્યોના આધારે, લોન આપનાર ફરિયાદનો સ્વીકારી અથવા અસ્વિકાર કરી શકે છે. ફરિયાદ સ્વિકારાયા બાદ તમારા રિપોર્ટમાં જે ખામીઓ છે તેને સુધારવામાં આવે છે. લોન આપનારની લેખિત મંજુરી વગર ક્રેડિટ બ્યુરો તમારા રિપોર્ટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી.