સુરત સિવિલ માં એક બેભાન હાલત માં એક યુવતી ને લાવવામાં આવી છે જેની ઉપર બળાત્કાર થવાની શક્યતાની તપાસ કરાઈ રહી છે,આ યુવતી ના હાથ અને પગમાં ફ્રેક્ચર, જાંગ અને હોઠ પર ગંભીર ઈજા તેમજ એક કરતાં વધુ દાંત તૂટેલા હોવા સાથે યુવતીના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજા છે અને ખુબજ લોહી વહેતું હોય ફરજ પર હાજર તબીબો ચોંકી ઉઠ્યા છે.
આ અજાણી યુવતી ગંગાધરા રેલવે સ્ટેશન નજીક આવેલા ગાંગપુર ફાટક પાસે ગંભીર હાલતમાં પડી હોવાની જાણ સ્ટેશન માસ્ટરને થતાં તેમણે આરપીએફ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે ઘસી જઈ યુવતીને 108 મારફતે સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડી છે યુવતીના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજા હોય બળાત્કાર ની શકયતા પણ વ્યક્ત થઈ રહી છે જે તપાસ બાદ ખબર પડશે ,મોડી રાત્રે પલસાણા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર અને આરપીએફના જવાનો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. શરીરે સંખ્યાબંધ ફ્રેક્ચર હોવા સાથે યુવતી ની હાલત ગંભીર અને બેભાન હોવાનું જાણવા મળ્યું છે. અજાણી મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે કેમ તે પણ તપાસ ચાલી રહી છે આ મહિલા માનસિક બીમાર હોય અને આવી ઘટના બની કે શું છે આ ઘટના તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
